આપણા સમાજ દ્વારા આયોજિત જનોઈ અને સમૂહ લગ્ન. 21/01/2024. ખુબજ સરસ અને વ્યવસ્થિત આયોજન અને જ્ઞાતિજનોનો અનેરા ઉત્સાહ સાથે સમ્પન્ન થયેલ આ કાર્યક્રમ ગૌરવપ્રદ અને આનંદદાયક રહ્યો. સર્વે હોદ્દેદારો, કારોબારી, જ્ઞાતિની પાંખોની ટિમો અને નામી અનામી અનેક કાર્યકરોની જેટલી પ્રસંશા કરો એ ઓછી પડે. જ્ઞાતિની નવી વસ્તી પત્રિકા માં ફોર્મસ ભરવાનું પણ કામ આ પ્રસંગે કરવામાં આવ્યું. આ માંગલિક પ્રસંગમાં શાસ્ત્રોક્ત વિધિ કરાવનાર શ્રી શાંતિલાલ ભાઇ આચાર્ય, શ્રી દિલીપભાઈ બાપટ તેમજ તેમની સાથે વિધિ કરાવનાર આચાર્યશ્રીઓ , બટુકો અને નવ દંપતિ ને ભેટ આપનાર તમામ જ્ઞાતિ જનો, મહિલા મંડળ, યુવક મંડળના ઉત્સાહી પ્રમુખ શ્રી રાજદીપ દેવધર ,ઉપ પ્રમુખ શ્રી વિમલ બાપટ તેમજ તમામ યુવક મંડળ તેમજ વસ્તી પત્રક ની માહિતી ફોર્મ ભરી આપનાર સમગ્ર ટીમ અને આ પ્રસંગમાં હાજરી આપી પ્રસંગ ની શોભા વધારનાર આપણા સૌ જ્ઞાતિ જ્ઞાતિ જનો નો અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ.
પ્રમુખ શ્રી જયેશભાઇ આચાર્ય
ઉપ પ્રમુખ શ્રી નિમેષભાઇ દેવધર
મંત્રીશ્રી ગોપાલભાઈ ભટ્ટ
ખજાનચી શ્રી નિશાંતભાઇ આચાર્ય
સહમંત્રી કુ. નમ્રતા ભાગવત અને કારોબારી સમિતી
શ્રી કચ્છ સેવક (બ્રાહ્મણ)જ્ઞાતિ સેવા સમાજ





