Events


૨૨-૧૨-૨૦૨3 શ્રી મહાગૌરીમાનો પાટોત્સવ, ઝરૂ

વિક્મ સંવત ૨૦૮૦ માગશર સુદ ૧૦ શુક્રવાર તા. ૨૨-૧૨-૨૦૨૩ નાં રોજ ઝરૂ ખાતે આચાર્ય પરિવારના કુળદેવી શ્રી મહાગૌરીમાનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિહરાનંદજી મહારાજ અને વડીલોના શુભ હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો. ગણેશ પૂજન, સ્થાપિત દેવતાઓનું પૂજન અને યજ્ઞ વિધિવિધાનથી કરવામાં આવ્યા. સમૂહ સ્વરમાં શક્રાદય સ્તુતિનો પાઠ કરી બીડું હોમવામાં આવ્યું અને મહાઆરતી કરવામાં આવી. પિતાશ્રી સ્વ.પોપટલાલ પ્રાણજીવન આચાર્ય અને સ્વ. માતુશ્રી મુલાંબાઈ નાં સ્મરાણારથે તેમના સુપુત્રો સર્વેશ્રી ભગવાનજીભાઈ, નવીનભાઈ, ચુનીલાલ અને શમ્ભુશંકર દ્વારા મંદિરના પાછળના ભાગે આવેલ પ્લોટમાં શેડ અને ભોંય તળિયામાં કોટા સ્ટોનનું કામ કરાવ્યુ તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગના મહાપ્રસાદ નાં દાતા સ્વ.કેશવજી લધારામ આચાર્ય હતા. મહાપ્રસાદ ગ્રહણ કર્યાબાદ રાસ ગરબાની રમઝટ બોલાવી. આમ સૌએ આ પ્રસંગ ઉઅમન્ગ્ભેર માણ્યો. પ્રસંગના કેટલાક ફોટા PHOTO GALLERY માં મુકવામાં આવ્યા છે. જય શ્રીમાંહાગૌરી માં.
Read More

15-12-2023 શુભ લગ્ન શિરવા , ચિ.અંકિત બાપટ સંગ ચિ.સ્નેહા દેવધર

મુળગામ માંડવી હાલ રાજકોટ નિવાસી ગં.સ્વ. ભારતીબેન યોગેશભાઈ બાપટનાં સુપુત્ર ચિ.અંકિતના શુભ લગ્ન શિરવા (તા.માંડવી) નિવાસી શ્રીમતિ મધુબેન અને શ્રી રમાકાંત કલ્યાણજી દેવધરની સુપુત્રી ચિ.સ્નેહા સાથે તા. ૧૫-૧૨-૨૦૨૩ના રોજ શિરવા ખાતે સંપન્ન થયા છે. એમના કુળદેવી શ્રી ગાત્રાળમાની કૃપા એમના પરિવાર પર વર્ષ્યા કરે અને નવદંપતીને પ્રસન્ન દામ્પત્ય પ્રાપ્ત થાય એવી શુભકામના.
Read More

૧૫-૧૨-૨૦૨૩ શુભલગ્ન ચિ.પાર્થ સંગે ચિ.ડૉ.હેન્સી

શ્રીમતી દેવધર સરલાબેન પ્રવીણભાઈ દેવધર ગામ માધાપર વાળા તરફ થી તેમના સુપુત્ર ચિ.પાર્થ સંગે ચિ.ડૉ.હેન્સી તે શ્રીમતી ભાગવત કલ્પનાબેન હિરેનભાઈ ગામ ગઢસીસા વાળા ના સુપુત્રી ના શુભ લગ્ન ૧૫-૧૨-૨૦૨૩ ના રોજ કુલદેવી શ્રીમહાગૌરી માતાજી અને કુલ દેવતા શ્રીહનુમાનજી ના શુભ આશીર્વાદથી સંપન્ન થયા છે. કુળદેવી શ્રી મહાગૌરી માતાજી અને કુલ દેવતા શ્રી હનુમાનજી મહારાજના નવપરિણીત દંપતી અને સંપૂર્ણ પરીવારને આશીર્વાદ પ્રાપ્ત થાય સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે નિરોગી જીવન વિતાવે એવી શુભેચ્છા સમાજ પાઠવે છે.
Read More

8-12-2023 શુભ લગ્ન, ચિ.જય બાપટ સંગ યશ્વી આચાર્ય

શ્રીમતિ પ્રફુલાબેન અને શ્રી વિનયભાઈ હરસુખરાય બાપટ , મૂળ માંડવી હાલે ગામ રાજકોટ ના સુપુત્ર ચિ.જયનાં શુભ લગ્ન મુળ માંડવી હાલ માનકુવા નિવાસી શ્રીમતિ રીટાબેન તથા શ્રી આશિષભાઈ જયસુખભાઈ આચાર્યની સુપુત્રી ચિ.યશ્વી સાથે આપણી સમાજવાડી માધાપર ખાતે તા.૦૮-૧૨-૨૦૨૩નાં સંપન્ન થયા છે. ભગવાન શ્રી પરશુરામ ભગવાન, શ્રી દ્વાકાધીશ તેમને નિરોગી અને સુખી પ્રસન્ન દામ્પત્યજીવન પ્રદાન કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.
Read More

૨૯-૧૧-૨૦૨૩ શુભ લગ્ન મુંબઈ, ચિ.બીજલબેન કાનડે સંગ ડો.વિશાલ પ્રકાશ વાટવાણી

શ્રીમતિ કુસુમબેન નવીનચંદ્ર ગોપાલજી જોષી (કાનડે) હાલે મુલુંડ- મુંબઇ નિવાસીના સુપુત્રી ચિ.બીજલબેનના શુભ લગ્ન ડો.વિશાલ પ્રકાશ વાટવાણી સાથે કોર્ટે મેરેજથી થયા છે. નવ દંપતિને સુખી પ્રસન્ન દામ્પત્ય પ્રાપ્ત થાય એવા શુભાશિષ સમાજ પાઠવે છે.
Read More

૨૮-૧૧-૨૦૨૩ શુભ લગ્ન ચિ.રોહન દેવધર સંગે ચિ.વિધિ ભટ્ટ

મુળ ગામ મોટી વિરાણી હાલ ગાંધીધામ નિવાસી શ્રીમતી વનિતાબેન તથા શ્રી બીપીનભાઈ કરુણાશંકર દેવધરનાં સુપુત્ર ચિ.રોહન સંગે કેરા નિવાસી શ્રીમતિ સંગીતાબેન અને શ્રી વિજયભાઈ પ્રભુલાલ ભટ્ટની સુપુત્રી ચિ.વિધિનાં શુભ લગ્ન વિ.સં.૨૦૮૦ કારતક વદ ૧ તા.૨૮-૧૧-૨૦૨૩ મંગળવારના રોજ આપણી સમાજવાડીમાં માધાપર ખાતે સંપન્ન થયા છે. ભગવાન શ્રી પરશુરામ ભગવાન અને શ્રી દ્વારકાધીશ તેમને નિરોગી અને સુખી સ્વસ્થ દામ્જીપત્ય જીવન પ્રદાન કરે તેવી હ્રદય પૂર્વક પ્રાર્થના. આ શુભ પ્રસંગના કેટલાક ફોટા PHOTO GALLERY માં મુકવામાં આવ્યા છે.
Read More

૨૬-૧૧-૨૦૨૩ માધાપર મધ્યે સ્નેહમિલન અને સરસ્વતી સન્માન કાર્યક્રમ

આપણા સમાજ દ્વારા તા.૨૬-૧૧-૨૦૨૩ના રોજ માધાપર સમાજવાડી મધ્યે જ્ઞાતિ નું સ્નેહમિલન તેમજ સરસ્વતી સન્માન સમારોહ પ્રમુખશ્રી જયેશભાઇ અનંતરાય આચાર્યની અધ્યક્ષતામાં યોજાઈ ગયું. સમાજના ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી અને અન્ય હોદ્દેદારના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમાજના મંત્રીશ્રી ગોપાલભાઈ ભટ્ટનાં નૂતન વર્ષાભિનંદન સાથે સર્વે જ્ઞાતિજનોનું અભિવાદન કરાયું હતું. ઉપપ્રમુખશ્રી નીમેષભાઈ દેવધર, ખજાનચીશ્રી નીશાન્તભાઈ આચાર્ય, તેમજ શ્રી ચેતનભાઈ દેવધરે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રમુખશ્રી જયેશભાઈ આચાર્ય, ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ આચાર્ય, ડો.કનૈયાલાલ રાસ્તે અને શ્રી સંજયભાઈ બાપટે એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ઇનામોના દાતાશ્રીઓનું પણ ફૂલહાર તેમજ શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો રજુ કરી ઉપસ્થિત જ્ઞાતિજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્વાદિષ્ટ ભોજન બાદ ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ બાપટ, સરસ્વતી સન્માનના ઈનામોનાં દાતાશ્રીઓ કુમારી અરુણાબેન છત્રે અને અન્ય દાતાઓ તથા અન્ય હોદ્દેદારોના હસ્તે, એલ.કે.જી. થી માસ્ટર ડીગ્રી સુધીના સમાજના ૨૫૦ જેટલા તેજસ્વી તારલાઓને વિવિધ ઇનામો અને શિલ્ડ વડે સન્માનિત કરાયા હતા. આગામી ૧૦ વર્ષનું વિઝન અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને બિઝનેસ ક્ષેત્રે ક્રાંતિ લાવવા જ્ઞાતિજનોને આગળ આવવા હાકલ કરવામાં આવી હતી. કેળવણી ફંડમાં ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરવામાં આવી હતી. તથા આગામી સમયમાં યુવક યુવતીઓનો પસંદગી મેળો અને વિદ્યાર્થીઓને કયા ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી તે માટેનું માર્ગદર્શન Vocational...
Read More

૧૯-૧૧-૨૦૨૩ રવિવારના રોજ મુંબઈ ખાતે સ્નેહ મિલન

તા. ૧૯-૧૧-૨૦૨૩ને રવિવારના રોજ મુંબઈ ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ ખુબ જ આનંદ પૂર્વક સૌએ માણ્યો હતો. મુંબઈ સમાજ નાં સ્નેહ મિલનમાં પધારેલા સમાજના સર્વે જ્ઞાતિજનો, કારોબારી સભ્યો તથા બહારથી પધારેલા સર્વે મહેમાનો આપ સર્વે એ સાથે મળીને આ કાર્યક્રમ માણ્યો અને આપ સર્વેના સાથ સહકાર થતી આ પ્રોગ્રામ એકદમ સફળ થયો છે આપ સર્વેનો અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ. આવો જ લાભ હંમેશા અમને આપતા રહેશો એવી અપેક્ષા. શ્રી કચ્છી સેવક બ્રાહ્મણ સમાજ, મુંબઈ અને કારોબારી સમિતી
Read More

૧૯-૧૧-૨૦૨૩ સ્નેહમિલન, અંજાર

શ્રી કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજના માનનીય પ્રમુખ શ્રી જયેશભાઈ અનંતરાય આચાર્ય, મંત્રી શ્રી ગોપાલભાઈ ભટ્ટ, પૂર્વ મંત્રીશ્રી અરુણાબેનછત્રે, અંજાર સેવક બ્રહ્મ સમાજના ખજાનચી શ્રીમતી ભટ્ટ પ્રીતિબેન હિમાંશુભાઈ અને કુમારી બાલિકાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી સન્માન સ્નેહમિલનની શુભ શરૂઆત કરવામાં આવી, શ્રી સેવક બ્રહ્મ સમાજ અંજાર હાજર રહેલા વડીલો ભાઇઓ બહેનો તથા બાળકો જેમણે આ કાર્યક્રમ ને સફળ કરવામાં શારીરિક, આર્થિક કે માનસિક મદદ કરી એમનો શ્રી સેવક બ્રહ્મ સમાજ અંજાર આભાર વ્યક્ત કરે છે એકતા અનમોલ રત્ન જે કરે જ્ઞાતીનું જતન. શ્રી સેવક બ્રહ્મ સમાજ અંજાર દ્વારા આયોજિત સરસ્વતી સન્માન તથા સ્નેહમિલન સમારોહનું ખુબ જ અતિ સુંદર આયોજન કરવામાં આવ્યું, તે બદલ શ્રી કચ્છ સેવક બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ શ્રી દેવધર નિમેષભાઈને ખુબ ખુબ અભિનંદન હંમેશા સમાજ સેવા ને પ્રગતિ માટે આવા કાર્યો કર્તા રહો. હોદ્દેદારો ને પણ ખુબ ખુબ અભિનંદન.
Read More

૧૮-૧૧-૨૦૨૩ સ્નેહમિલન ગાંધીધામ

ગાંધીધામ ખાતે લાભ પાંચમ તા. ૧૮-૧૧-૨૦૨૩ને શનિવારના રોજ શ્રી ગાંધીધામ સેવક બ્રહ્મ સમાજનો સ્નેહમિલનનો કાર્યક્રમ આનંદપૂર્વક ઉજવાઈ ગયો જેમાં શ્રી કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજના માનનીય પ્રમુખ શ્રી જયેશભાઈ અનંતરાય આચાર્ય, મંત્રી શ્રી ગોપાલભાઈ ભટ્ટ, શ્રી ગાંધીધામ સેવક બ્રહ્મ સમાજ અને શ્રી કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજ ના ભુતપૂર્વક પ્રમુખ શ્રી અશ્વિનભાઈ બાપટ, ડો.શ્રી ચંદ્રકાંતભાઈ આચાર્ય, ડો.શ્રી મનુભાઈ રાસ્તે, શ્રી ગાંધીધામ મહિલા મંડળના સભ્યો હાજર રહેલા ભાઇઓ બહેનો તથા બાળકો જેમણે આ કાર્યક્રમ ને સફળ કરવામાં શારીરિક, આર્થિક કે માનસિક મદદ કરી એમનો શ્રી ગાંધીધામ સેવક બ્રહ્મ સમાજ આભાર વ્યક્ત કરે છે. પ્રમુખ શ્રી દિનેશ કે દેવધર, મંત્રી શ્રી ધવલ કે દેવધર અને કારોબારી.
Read More

૨૮-૧૦-૨૦૨૩ શરદ પૂનમનાં રાસોત્સવ સમાજવાડીમાં

શ્રી કચ્છ સેવક બ્રાહ્મણ સમાજ દ્વારા પ્રેરિત અને સમાજની યુવા પાંખ દ્વારા આયોજિત ગરબા રાસ અને ડ્રેસ કોમ્પિટિશનનો એક ભવ્ય કાર્યક્રમ તા.૨૮-૧૦-૨૦૨૩નાં શનિવારનાં શરદ પૂનમની રાતલડીએ આપણી સમાજ વાડીમાં યોજાઈ ગયો. ખુબજ મોટી સંખ્યામાં ભાગ લઈને સમાજના લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જય કચ્છ સેવક સમાજ. યુવા પાંખના તમામ હોદ્દેદારો કાર્યકરોને ધન્યવાદ.
Read More

૧૧-૦૬-૨૦૨૩ ભુજપર ખાતે મુન્દ્રા માંડવી સેવક મિત્રો દ્વારા સરસ્વતી સન્માન

ભુજપુર માં તારીખ ૧૧ જૂન 2023ના રોજ મુન્દ્રા માંડવી સેવક મિત્રો દ્વારા ભવ્ય સરસ્વતી સન્માનનો કાર્યક્રમ, સ્થળ- જેસલપીર દાદાની વાડી, બસસ્ટેશન પાસે ભુજપુર ખાતે યોજાઈ ગયો જેમાં ધોરણ ૧૦ અને ૧૨ માં ઉતીર્ણ થયેલ જ્ઞાતિના તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવેલા.
Read More

કારોબારીની મિટિંગ તા.૧૪-૦૫-૨૦૨૩

જય સમાજ જય પરશુરામ. આપણા સમાજ ની કારોબારી ની મિટિંગ તા 14.05.2023 રવિવાર ના રોજ આપણી સમાજવાડી માધાપર મધ્યે સવારે 10.00 કલાકે રાખવામાં આવેલ છે. આ મિટિંગ માં 2006 થી 2022 સુધી ના તમામ ટ્રસ્ટીશ્રીઓ, હોદેદારો, અને તમામ કારોબારી સભ્યોએ પણ હાજર રહેવું. ચેરિટી કમિશ્નર સાહેબશ્રીના આદેશ પ્રમાણે 2006 થી 2022 સુધીના તમામ ટ્રસ્ટીશ્રીઓ, હોદેદારો અને કારોબારી સભ્યો નું સોગંદનામુ કરવાનું હોઈ આપ સૌ આપનો આધાર કાર્ડ, આધારકાર્ડની નકલ 1 પાસપોર્ટ સાઇઝ નો ફોટો સાથે લેતા આવવું જયેશભાઇ એ. આચાર્ય પ્રમુખ શ્રી ગોપાલભાઈ વી. ભટ્ટ મંત્રી શ્રી શ્રી કચ્છ સેવક બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ
Read More

“રોગ મુક્ત સમાજ” નિ:શુલ્ક મેડીકલ કેમ્પ તારીખ – ૧૪-૦૫-૨૦૨૩

જય પરશુરામ સાથે જણાવવાનુ કે આપણા સમાજનો પ્રથમ મેડીકલ કેમ્પ, શ્રી કચ્છ સેવક બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ દ્વારા પ્રેરીત તથા શ્રી સેવક બ્રાહ્મણ યુવા પાંખ દ્વારા આયોજીત *નિ:શુલ્ક મેડીકલ કેમ્પ* નું આયોજન તારીખ:- ૧૪/૦૫/૨૦૨૩ના રવિવારના સમય સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ આપણી સમાજવાડીમાં કરવામાં આવેલ છે જેનો લાભ લેવા માટે આપ સૌને ભાવભર્યું આમત્રણ છે. તો તમામ જ્ઞાતિબંધુઓ આનો લાભ લઈએ. જે કોઈની અગાઉથી દવા ચાલુ હોય તથા કોઈ રીપોર્ટ કરાવ્યા હોય તે પણ સાથે લઈ આવવા વિનંતી છે. આપણા સમાજના મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ચાલુ કરવામા આવશે. સેવા આપનાર ડોકટર ના નામ *ડો,મેહુલભાઈ સેવક ( નાના બાળકો માટે ) *ડો કનૈયાલાલ રાસ્તે (જનરલ ચેકપ) *ડો મૈત્રીબેન રાસ્તે (જનરલ ચેકપ) *ડો જ્હાનવીબેન ઓઝા - સ્ત્રીરોગ. *ડો મૃગેશ શાહ (આંખ ) replica trench watchphone casewasserdichte handyhullehelpful site તાવ, માથુ, શરદી, ઉધરશ, પ્રેશર, ડાયાબીટીશ ચેકઅપ, કાડીયોગ્રામ, નાના બાળકોનુ ચેકઅપ, આંખ તથા દાંતનુ ચેકઅપ વગેરે. નામ નોંધાવવા માટે વિમલ બાપટ-7383196414, કશ્યપ દેવધર-9998866955, માયાબેન આચાર્ય-9104396485, ખુશ્બુબેન દેવધર-9081188433 વધુ માહીતી માટે, પ્રમુખશ્રી, જયેશભાઈ આચાર્ય-9909555316, મંત્રીશ્રી, ગોપાલભાઈ ભટ્ટ-9638187178, યુવા પાંખ પ્રમુખશ્રી, રાજદીપ દેવધર-9825423465
Read More

ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ૦૬-૦૫-૨૦૨૩

  હાર્દિક આમંત્રણ શ્રી સમસ્ત ગાંધીધામ - આદિપુર સેવક સમાજને જણાવતાં આનંદ થાય છે કે આપણા સમાજમાં ગાન્ધીધામ- આદિપુર મહિલા મંડળ દ્વારા ફેમિલી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું છે. આ ફેમિલી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ મા સેવક સમાજ ના તમામ વડીલશ્રીઓ, દાતાશ્રીઓ, ભાઈઓ, બહેનો, અને ભુલકાઓ ને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. જરૂર પધારજો. ફેમિલી બોક્સ ક્રિકેટ  ટુર્નામેન્ટ ઓપનિંગ તારીખ :- ૦૬-૦૫-૨૦૨૩, શનિવાર સમય :- સાંજે  ૫.૦૦ વાગ્યે થી ૧૧.૦૦  વાગ્યા સુધી. સ્થળ :- ધ ગ્રીન બૉક્સ ક્રિકેટ, પ્લોટ નંબર - ૦૪, ડી સી - ૦૨ સુભાષ નગર - ગાન્ધીધામ fake smart watchyocan vaporizer અલ્પાહાર ગ્રાઉન્ડ પર સાથે લઈશું. 🙏 જય સમાજ🙏
Read More

Samuh Lagna and Yagnopavit Vidhi

Madhapar Kachchh 14th May 2022 Madhapar Kachchh clone watchesplastic phone caseelf bars ukkate spade phone casekorting smartphonehoesjesclick here 2 Samuh Lagna and 4 Yagnopavit Vidhi was started as per schedule with Shri Ganesh pooja participated by our Samaj Pramukh Shri Ashwinbhai Bapat and Mumbai Samaj Pramukha shri Navinbhai Joshi. Our Samaj Website "www.kachchisevakbrahminsamaj.org" was also launched on a big LED screen by Shri Ashwinbhai Bapat and shri Navinbhai Joshi, managed by Shri Parth Rajendra Acharya and Shri Nishant Sureshbhai Acharya explaining the roll of website in our Samaj and how to watch. Parivar Directory page was under develop so unable to show. This will take another 15 days to see. Session of 16th Adhivetion of our Samaj Started after lunch with 5 minutes mourn as a shraddhanjali to late person of our Samaj during last year. Shri Navinbhai Joshi, Mumbai Samaj Pramukh was declared as a karyavahak Pramukh of this Adhivation. With the permission of Shri Navinbhai, pogram started with Devi Prarthana and classical Dance. Then proposal came to pass a resolution to honor Shri Ashwinbhai Bapat as a life time Pramukh of our Samaj who also bears the power of stopping the illegal/unusual work found or shown to him....
Read More
uluslararası eşya taşımacılığı uluslararası eşya taşımacılığı eşya depolama yurtdışı kargo uluslararası evden eve nakliyat istanbul ev depolama ev eşyası depolama uluslararası ev taşıma uluslararası evden eve nakliyat uluslararası nakliyat
bursa escort gorukle escort
ankara escort
akü servis akumyolda.comakücü akumyoldaakumyolda.comakumyolda.com akücü
ingilizceturkce.gen.tr
TranslateDict.com is a online platform that specializes in free translation, helping visitors to translate to English from a wide variety of languages.translatedicttranslatedict.com