આપણા સૌ માટે આ આનંદની વાત છે કે ગુજરાત પ્રદેશ યુવક કોન્ગ્રેસનાં પ્રભારી શ્રી રાજેશ સિંહા , પ્રમુખશ્રી હરપાલસિંહ અને પશ્ચિમ કચ્છ જિલાના યુવક કોંગ્રેસનાં પ્રમુખશ્રી અબુભાઈ હિંગોરાની સૂચના અને માર્ગદર્શનથી, આપણા સમાજના યુવા પાંખના પ્રમુખશ્રી રાજદીપ દેવધરને પશ્ચિમ કચ્છ જીલ્લા કોન્ગ્રેસનાં ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. સમાજ એમની આ નિમણુકને બિરદાવે છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
તેઓશ્રી હાલ જાયન્ટ્સ ગ્રુપ ઓફ કચ્છ કલ્યાણનાં અધ્યક્ષ છે. ઉપરાંત સર્વ સમાજ સેના, કચ્છ પ્રદેશના મહામંત્રીની જવાબદારી પણ સંભાળે છે. તેઓશ્રી ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે એવી શુભેચ્છા સાથે જય સમાજ.






