આપણી સમાજવાડીમાં હાલમાં સંચાલક તરીકે ફરજ બજાવતા શ્રી જીગીસભાઈ રાસ્તેએ રાજીનામું આપ્યું હોઈ તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. તેમની જગ્યાએ સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા આપણી જ્ઞાતિના ભાઈઓની અરજી મંગાવવામાં આવે છે જે ભાઈને વાડી માં સંચાલક તરીકે રહેવાની ઈચ્છા હોય તેઓ તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી માં પ્રમુખશ્રી કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજ માધાપર ને લેખીત અરજી કરવી તેમજ તેની મને જાણ કરવી અરજી વોટ્સઅપ દ્વારા મને મોકલી આપવી. પગાર રૂપિયા 4000 ચાર હજાર છે
મંત્રીશ્રી ગોપાલભાઈ ભટ્ટ
શ્રી કરછ સેવક જ્ઞાતિ સેવા સમાજ
મો.૯૬૩૮૧ ૮૭૧૭૮
Author: KSBGS
અવસાન નોંધ – તા. ૨૨-૦૭-૨૦૨૩ , સ્વ. સુરેશ સુંદરજી રાસ્તે
સ્વ.સુરેશ સુંદરજી રાસ્તે, ઉંમર વર્ષ ૫૮, મુળ ગામ સિનુગ્રા, હાલે ગાયત્રીનગર, કિડાણા સોસાયટી, તે સ્વ.નર્મદાબેન સુંદરજી રાસ્તેના પુત્ર, સ્વ.લલિતભાઈ, મુકુંદભાઈ, સ્વ.હરીશભાઈના નાનાભાઈ, ભુપેન્દ્ર તથા જીતેન્દ્રના મોટાભાઈ, ભરત, જીજ્ઞેશ તથા હેતલના કાકા, કેવલ, મીતના મોટાબાપા, યશ, વેદ, તથા નીલના દાદા, ઝવેરબેનના દિયર, રક્ષાબેનના જેઠ, રચનાબેન તથા જીજ્ઞાબેનના કાકાજી સસરા, તારીખ ૨૨-૦૭-૨૦૨3 નાં રોજ રામશરણ પામ્યા છે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના.
તેમની પ્રાર્થના સભા તા.૨૪-૦૭-૨૦૨૩ ને સોમવારના સાંજે ૪.૦૦ થી ૫.૦૦ વાગ્યે ગામ કિડાણા, ગાયત્રીનગર સોસાયટી, શ્રી હનુમાનદાદાના મંદિરે રાખેલ છે.
અવસાન નોંધ – તા. ૨૦-૦૭-૨૦૨૩, ગંગા સ્વ. મધુબેન નવિનચંદ્ર ફડકે.
ગંગા સ્વ. મધુબેન નવીનચંદ્ર ફડકે, ઉમર વર્ષ ૬૨, ગામ – કાંડાગરા હાલે માનખુર્દ, મુંબઇ, તા. ૨૦-૦૭-૨૦૨૩નાં રોજ રામશરણ પામેલ છે.ઈશ્વર એમના દિવ્ય આત્માને ચિર શાંતિ આપે એવી પ્રાર્થના.
દુ:ખદ અવસાન તા.૦૪-૦૭-૨૦૨૩, ગં.સ્વ.સાવિત્રીબેન અમૃતલાલ દેવધર
ગામ શીરવા સેવક બ્રાહ્મણ ગંગાસ્વરૂપ સાવિત્રીબેન અમૃતલાલ દેવધર ઉંમર વર્ષ ૯૫ તે મંગળાબેન પોપટલાલ આચાર્ય ગામ ટપર ની પુત્રી, સ્વ.અમૃતલાલલ દેવધરના પત્ની, સ્વ. નારાયણજી(નારાણ મારાજ), સ્વ માવજીભાઈ, સ્વ.બબીબેન(ચીડિયા), સ્વ.દિવાળીબેનના ભાભી, ભાઈલાલ(ભુપત), જગદીશ, રમેશ, ગં.સ્વ.મૈયાબેન, રસીલાબેન, ગં.સ્વ. હંસાબેન ના માતૃશ્રી, ભાવિક, જીગર, પ્રથમેશ તથા ધાર્મિકના દાદી, તપન, મહેશ, ભાવેશ,દિલીપ, ઉર્વી, વિશ્વાના નાની, ડ્રીમી, અર્ચના, માધવી, બીનાના દાદી આજરોજ તારીખ ૦૪-૦૭-૨૦૨૩નાં મંગળવારે અવસાન પામ્યા છે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી સમાજવતી પ્રાર્થના.
દુઃખદ અવસાન તા.૧૩-૦૭-૨૦૨૩,રમણિકલાલ ખીમજીભાઈ આપ્ટે
ટૂંડા નિવાસી આપ્ટે રમણિકલાલ ખીમજીભાઈ ઉમર ૮૦ વર્ષ તે સ્વ.ભચિબેન ખીમજીભાઈ આપ્ટેના પુત્ર, ઊર્મિલાબેન રમણિકલાલ આપ્ટેના પતિ, સ્વ.જસવંતલાલ ખીમજીભાઈ, શિવજીભાઈ ખીમજીભાઈ, ગં.સ્વ.પાર્વતીબેન, સ્વ.ઈન્દિરાબેનના ભાઈ, મધુબેન પ્રમોદભાઈ રાસ્તે, મહેન્દ્ર રમણિકલાલ આપ્ટે, નીતા કિરીટ રાસ્તેનાં પિતાજીનું આજરોજ તા.૧૩-૦૭-૨૦૨૩નાં દુઃખદ અવસાન થયેલ છે. તેઓની સ્મશાન યાત્રા તા.૧૩-૦૭-૨૦૨૩ના બપોરે ૧-૩૦ કલાકે તેમના નિવાસસ્થાન ટૂંડા મધ્યે થી નીકળશે. ઈશ્વર એમના આત્માને પરમ શાંતિ આપે એવી સમાજવતી પ્રાર્થના.
Sevak Parivar Newsletters
શ્રી કચ્છી સેવક બ્રાહ્મણ સમાજ, મુંબઈનાં માનનીય પ્રમુખશ્રી નવીનભાઈ જી.કાનડેનાં અથાગ પ્રયાસથી આપના સમાજના વર્ષ ૧૯૭૭ થી ૧૯૮૨ દરમ્યાન બહાર પાડવામાં આવેલ “સેવક પરિવાર” ન્યુઝલેટર્સનાં ૨૯૮ પાના અને શ્રી નવીનભાઈ એન.બાપટ દ્વારા વર્ષ ૨૦૦૬ થી ૨૦૦૭ દરમ્યાન બહાર પાડવામાં આવેલ “રામશાસ્ત્ર” નાં ૨૨ પાનાની PDF ફાઈલ ઉપલબ્ધ થતાં આપણા સમાજના સૌ સભ્યો આનાથી માહિતગાર થાય તે માટે અત્રે ઉપલબધ કરાવવામાં આવે છે.
કચ્છના લોકોની સેવામાં સર્વ સમાજ સેનાની કચ્છ પ્રદેશની જાહેરાત
આપણા સમાજના લોકો મારો સંપર્ક કરે મારી સંસ્થાના સૈનિકો સેવામાં હાજર રહેશે….
કચ્છના લોકોની સેવામાં સર્વ સમાજ સેના.
વર્તમાન સમયમાં બિપોરજોય વાવાઝોડાની આફત સમગ્ર કચ્છ અને ગુજરાત ઉપર આવવાની શકયતા હવામાન વિભાગ દ્વારા જાણ કરેલ છે, પૂરગ્રસ્ત વિસ્તારમાં મદદ માટે સર્વ સમાજ સેના, કચ્છ પ્રદેશ ના અધ્યક્ષ ના આદેશ થી ઈમરજન્સી ટીમ જાહેર….
1.યોગેશ પોકાર, માઘાપર-ભુજ
2.રાજદીપ દેવધર, કનકપર-અબડાસા,
-(સંકલન વ્યવસ્થા)
3. નવીનભાઇ ચોપડા, જીયાપર-નખત્રાણા
4. વિનોદભાઈ રામજીયાણી, દેશલપર-ભુજ
-( ફુડ પેકેજ બનાવવા અને પેકિંઞ વ્યવસ્થા)
5.પ્રતીક પોકાર,જ.કોટડા-નખત્રાણા
6.રાણુભા સોઢા,પાનોલી-લખપત
– (ફુડ પેકેજ વિતરણ વ્યવસ્થા)
7.પચાણ રબારી, બાલાચોડ, નાની-અબડાસા
8.વસીમ રાયમા, નરેડી-અબડાસા
9.દિવેન જોષી, મોથાળા-અબડાસા
– (સ્થળાંતર વાહન વ્યવસ્થા)
10.ડો.સોકત સુમરા, ખીરસરા-અબડાસા
11.સેહરોજ ખલિફા,કોઠારા-અબડાસા
-(મેડીકલ ઇમરજન્સી વ્યવસ્થા
સર્વ સમાજ સેના કચ્છના કાર્યકર આપનો સંપર્ક કરી બનતી મદદ માટે તત્પર રહેશે..
શ્રી યોગેશ પોકાર(9824205052), અધ્યક્ષ,સર્વ સમાજ સેના, કચ્છ પ્રદેશ,
શ્રી રાજદીપ દેવધર(9825423465),જિલ્લા મહામંત્રી,સર્વ સમાજ સેના, કચ્છ પ્રદેશ.
૧૧-૦૬-૨૦૨૩ ભુજપર ખાતે મુન્દ્રા માંડવી સેવક મિત્રો દ્વારા સરસ્વતી સન્માન
ભુજપુર માં તારીખ ૧૧ જૂન 2023ના રોજ મુન્દ્રા માંડવી સેવક મિત્રો દ્વારા ભવ્ય સરસ્વતી સન્માનનો કાર્યક્રમ, સ્થળ- જેસલપીર દાદાની વાડી, બસસ્ટેશન પાસે ભુજપુર ખાતે યોજાઈ ગયો જેમાં ધોરણ ૧૦ અને ૧૨ માં ઉતીર્ણ થયેલ જ્ઞાતિના તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવેલા.
ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું સન્માન અને સ્નેહમિલન ૧૧-૦૬-૨૦૨૩
આજરોજ તા.૧૧-૦૬-૨૦૨૩ના ભુજપુર મધ્યે જ્ઞાતિના હોદ્દેદારો, માંડવી મુન્દ્રા સેવક મિત્રો વગેરેની હાજરીમાં ધોરણ 10 અને 12માં પાસ થયેલા બાળકોના સન્માન અને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રમુખશ્રી જયેશભાઈ આચાર્યના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.માનનીય પ્રમુખ શ્રી જયેશભાઇ આચાર્ય અને યુવાપાંખ પ્રમુખશ્રી રાજદીપ દેવધરે પોતાનું પ્રસંગોપાત વક્તવ્ય આપ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મુન્દ્રા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી અતુલભાઈ પંડ્યા તથા રાજગોર સમાજ પ્રમુખ શ્રી નગીનભાઈ ગોર ઉપસ્થિત રહ્યા હતા. ઉતીર્ણ થયેલ ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામો સહ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ફોટા ગેલેરીમાં મુકવામાં આવ્યા છે.
વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓનું સન્માન.
માંડવી-મુન્દ્રા સેવક મિત્રોનું સ્નેહમિલન અને ધોરણ 10અને12માં પાસ થયેલ જ્ઞાતિના તમામ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓના સન્માનનો કાર્યક્રમ. તા-11/06/2023 સમય-સવારે 10-30થી. સ્થળ- જેસલપીર દાદાની વાડી, બસસ્ટેશન પાસે ભુજપુર તાલુકો મુન્દ્રા. બપોરનું ભોજન સહુ સાથે લેશું. જે બાળકો પાસ થયેલ છે એમની માર્કશીટનો ફોટો વ્હોટ્સ એપ નંબર 9723162767 પર તા 04/06/2023 સુધી મોકલી આપવા વિનંતી…


