વિક્મ સંવત ૨૦૮૦ માગશર સુદ ૧૦ શુક્રવાર તા. ૨૨-૧૨-૨૦૨૩ નાં રોજ ઝરૂ ખાતે આચાર્ય પરિવારના કુળદેવી શ્રી મહાગૌરીમાનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિહરાનંદજી મહારાજ અને વડીલોના શુભ હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો. ગણેશ પૂજન, સ્થાપિત દેવતાઓનું પૂજન અને યજ્ઞ વિધિવિધાનથી કરવામાં આવ્યા. સમૂહ સ્વરમાં શક્રાદય સ્તુતિનો પાઠ કરી બીડું હોમવામાં આવ્યું અને મહાઆરતી કરવામાં આવી. પિતાશ્રી સ્વ.પોપટલાલ પ્રાણજીવન આચાર્ય અને સ્વ. માતુશ્રી મુલાંબાઈ નાં સ્મરાણારથે તેમના સુપુત્રો સર્વેશ્રી ભગવાનજીભાઈ, નવીનભાઈ, ચુનીલાલ અને શમ્ભુશંકર દ્વારા મંદિરના પાછળના ભાગે આવેલ પ્લોટમાં શેડ અને ભોંય તળિયામાં કોટા સ્ટોનનું કામ કરાવ્યુ તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગના મહાપ્રસાદ નાં દાતા સ્વ.કેશવજી લધારામ આચાર્ય હતા. મહાપ્રસાદ ગ્રહણ કર્યાબાદ રાસ ગરબાની રમઝટ બોલાવી. આમ સૌએ આ પ્રસંગ ઉઅમન્ગ્ભેર માણ્યો. પ્રસંગના કેટલાક ફોટા PHOTO GALLERY માં મુકવામાં આવ્યા છે. જય શ્રીમાંહાગૌરી માં.
Category: Events
15-12-2023 શુભ લગ્ન શિરવા , ચિ.અંકિત બાપટ સંગ ચિ.સ્નેહા દેવધર
મુળગામ માંડવી હાલ રાજકોટ નિવાસી ગં.સ્વ. ભારતીબેન યોગેશભાઈ બાપટનાં સુપુત્ર ચિ.અંકિતના શુભ લગ્ન શિરવા (તા.માંડવી) નિવાસી શ્રીમતિ મધુબેન અને શ્રી રમાકાંત કલ્યાણજી દેવધરની સુપુત્રી ચિ.સ્નેહા સાથે તા. ૧૫-૧૨-૨૦૨૩ના રોજ શિરવા ખાતે સંપન્ન થયા છે.
એમના કુળદેવી શ્રી ગાત્રાળમાની કૃપા એમના પરિવાર પર વર્ષ્યા કરે અને નવદંપતીને પ્રસન્ન દામ્પત્ય પ્રાપ્ત થાય એવી શુભકામના.
૧૫-૧૨-૨૦૨૩ શુભલગ્ન ચિ.પાર્થ સંગે ચિ.ડૉ.હેન્સી
શ્રીમતી દેવધર સરલાબેન પ્રવીણભાઈ દેવધર ગામ માધાપર વાળા તરફ થી તેમના સુપુત્ર ચિ.પાર્થ સંગે ચિ.ડૉ.હેન્સી તે શ્રીમતી ભાગવત કલ્પનાબેન હિરેનભાઈ ગામ ગઢસીસા વાળા ના સુપુત્રી ના શુભ લગ્ન ૧૫-૧૨-૨૦૨૩ ના રોજ કુલદેવી શ્રીમહાગૌરી માતાજી અને કુલ દેવતા શ્રીહનુમાનજી ના શુભ આશીર્વાદથી સંપન્ન થયા છે.
કુળદેવી શ્રી મહાગૌરી માતાજી અને કુલ દેવતા શ્રી હનુમાનજી મહારાજના નવપરિણીત દંપતી અને સંપૂર્ણ પરીવારને આશીર્વાદ પ્રાપ્ત થાય સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે નિરોગી જીવન વિતાવે એવી શુભેચ્છા સમાજ પાઠવે છે.
8-12-2023 શુભ લગ્ન, ચિ.જય બાપટ સંગ યશ્વી આચાર્ય
શ્રીમતિ પ્રફુલાબેન અને શ્રી વિનયભાઈ હરસુખરાય બાપટ , મૂળ માંડવી હાલે ગામ રાજકોટ ના સુપુત્ર ચિ.જયનાં શુભ લગ્ન મુળ માંડવી હાલ માનકુવા નિવાસી શ્રીમતિ રીટાબેન તથા શ્રી આશિષભાઈ જયસુખભાઈ આચાર્યની સુપુત્રી ચિ.યશ્વી સાથે આપણી સમાજવાડી માધાપર ખાતે તા.૦૮-૧૨-૨૦૨૩નાં સંપન્ન થયા છે.
ભગવાન શ્રી પરશુરામ ભગવાન, શ્રી દ્વાકાધીશ તેમને નિરોગી અને સુખી પ્રસન્ન દામ્પત્યજીવન પ્રદાન કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.
૨૯-૧૧-૨૦૨૩ શુભ લગ્ન મુંબઈ, ચિ.બીજલબેન કાનડે સંગ ડો.વિશાલ પ્રકાશ વાટવાણી
શ્રીમતિ કુસુમબેન નવીનચંદ્ર ગોપાલજી જોષી (કાનડે) હાલે મુલુંડ- મુંબઇ નિવાસીના સુપુત્રી ચિ.બીજલબેનના શુભ લગ્ન ડો.વિશાલ પ્રકાશ વાટવાણી સાથે કોર્ટે મેરેજથી થયા છે. નવ દંપતિને સુખી પ્રસન્ન દામ્પત્ય પ્રાપ્ત થાય એવા શુભાશિષ સમાજ પાઠવે છે.
૨૮-૧૧-૨૦૨૩ શુભ લગ્ન ચિ.રોહન દેવધર સંગે ચિ.વિધિ ભટ્ટ
મુળ ગામ મોટી વિરાણી હાલ ગાંધીધામ નિવાસી શ્રીમતી વનિતાબેન તથા શ્રી બીપીનભાઈ કરુણાશંકર દેવધરનાં સુપુત્ર ચિ.રોહન સંગે કેરા નિવાસી શ્રીમતિ સંગીતાબેન અને શ્રી વિજયભાઈ પ્રભુલાલ ભટ્ટની સુપુત્રી ચિ.વિધિનાં શુભ લગ્ન વિ.સં.૨૦૮૦ કારતક વદ ૧ તા.૨૮-૧૧-૨૦૨૩ મંગળવારના રોજ આપણી સમાજવાડીમાં માધાપર ખાતે સંપન્ન થયા છે.
ભગવાન શ્રી પરશુરામ ભગવાન અને શ્રી દ્વારકાધીશ તેમને નિરોગી અને સુખી સ્વસ્થ દામ્જીપત્ય જીવન પ્રદાન કરે તેવી હ્રદય પૂર્વક પ્રાર્થના.
આ શુભ પ્રસંગના કેટલાક ફોટા PHOTO GALLERY માં મુકવામાં આવ્યા છે.
૨૬-૧૧-૨૦૨૩ માધાપર મધ્યે સ્નેહમિલન અને સરસ્વતી સન્માન કાર્યક્રમ
આપણા સમાજ દ્વારા તા.૨૬-૧૧-૨૦૨૩ના રોજ માધાપર સમાજવાડી મધ્યે જ્ઞાતિ નું સ્નેહમિલન તેમજ સરસ્વતી સન્માન સમારોહ પ્રમુખશ્રી જયેશભાઇ અનંતરાય આચાર્યની અધ્યક્ષતામાં યોજાઈ ગયું. સમાજના ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી અને અન્ય હોદ્દેદારના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમાજના મંત્રીશ્રી ગોપાલભાઈ ભટ્ટનાં નૂતન વર્ષાભિનંદન સાથે સર્વે જ્ઞાતિજનોનું અભિવાદન કરાયું હતું. ઉપપ્રમુખશ્રી નીમેષભાઈ દેવધર, ખજાનચીશ્રી નીશાન્તભાઈ આચાર્ય, તેમજ શ્રી ચેતનભાઈ દેવધરે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રમુખશ્રી જયેશભાઈ આચાર્ય, ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ આચાર્ય, ડો.કનૈયાલાલ રાસ્તે અને શ્રી સંજયભાઈ બાપટે એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ઇનામોના દાતાશ્રીઓનું પણ ફૂલહાર તેમજ શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો રજુ કરી ઉપસ્થિત જ્ઞાતિજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્વાદિષ્ટ ભોજન બાદ ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ બાપટ, સરસ્વતી સન્માનના ઈનામોનાં દાતાશ્રીઓ કુમારી અરુણાબેન છત્રે અને અન્ય દાતાઓ તથા અન્ય હોદ્દેદારોના હસ્તે, એલ.કે.જી. થી માસ્ટર ડીગ્રી સુધીના સમાજના ૨૫૦ જેટલા તેજસ્વી તારલાઓને વિવિધ ઇનામો અને શિલ્ડ વડે સન્માનિત કરાયા હતા.
આગામી ૧૦ વર્ષનું વિઝન અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને બિઝનેસ ક્ષેત્રે ક્રાંતિ લાવવા જ્ઞાતિજનોને આગળ આવવા હાકલ કરવામાં આવી હતી. કેળવણી ફંડમાં ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરવામાં આવી હતી. તથા આગામી સમયમાં યુવક યુવતીઓનો પસંદગી મેળો અને વિદ્યાર્થીઓને કયા ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી તે માટેનું માર્ગદર્શન Vocational Guidence મળી રહે તે માટે એક કાર્યક્રમ ગોઠવવાનું પણ આયોજન કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી.
આગામી સમૂહ લગ્ન તા.૨૧-૦૧-૨૦૨૪ના રવિવારનાં રોજ યોજવામાં આવશે એની જાહેરાત કરવામાં આવી હતી.
માતુશ્રી પાર્વતીબેન જીવરામ રાસ્તે પરિવાર તરફથી ધોરણ ૧૨ના આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહમાં સમાજમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર દરેકને ₹૧૧૦૦૦/- રોકડા પુરષ્કાર પેટે આપવામાં આવ્યા હતા અને દર વર્ષે આ રોકડ પુરષ્કાર આપવામાં આવતા રહેશે એવી જાહેરાત એમના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે વિવિધ ડીગ્રીઓ જેવી કે ડોકટર, ઇન્જીયનીર, શાસ્ત્રી, એમ.એ.ની ડીગ્રી, વગેરે પ્રાપ્ત કરનારઓને શિલ્ડ આપી નવાજવામાં હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિલીપભાઈ બાપટ, શ્રી નરેન્દ્રભાઈ ફડકે અને શ્રીમતિ કોકીલાબેન બાપટ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઇનામ વિતરણની વ્યવસ્થા યુવા પાંખના પ્રમુખશ્રી રાજદીપ દેવધર, તથા ઉપ પ્રમુખશ્રી નિમેષ દેવધર, વિમલ બાપટ, નીલેશ આચાર્ય, ડો.પંકજભાઈ ફડકે, કશ્યપ દેવધર, મેહુલ તિલક, આનંદ બાપટ, ધવલ રાસ્તે, સુધીર દેવધરે સંભાળી હતી. આભાર વિધિ સમાજના સહમંત્રી કુમારી નમ્રતા મધુકર ભાગવતે કરી હતી.
PHOTO GALLERY માં કાર્યક્રમના કેટલાક ફોટા અપલોડ કરવામાં આવ્યા છે.
૧૯-૧૧-૨૦૨૩ રવિવારના રોજ મુંબઈ ખાતે સ્નેહ મિલન
તા. ૧૯-૧૧-૨૦૨૩ને રવિવારના રોજ મુંબઈ ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ ખુબ જ આનંદ પૂર્વક સૌએ માણ્યો હતો. મુંબઈ સમાજ નાં સ્નેહ મિલનમાં પધારેલા સમાજના સર્વે જ્ઞાતિજનો, કારોબારી સભ્યો તથા બહારથી પધારેલા સર્વે મહેમાનો આપ સર્વે એ સાથે મળીને આ કાર્યક્રમ માણ્યો અને આપ સર્વેના સાથ સહકાર થતી આ પ્રોગ્રામ એકદમ સફળ થયો છે આપ સર્વેનો અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ.
આવો જ લાભ હંમેશા અમને આપતા રહેશો એવી અપેક્ષા.
શ્રી કચ્છી સેવક બ્રાહ્મણ સમાજ, મુંબઈ અને કારોબારી સમિતી
૧૯-૧૧-૨૦૨૩ સ્નેહમિલન, અંજાર
શ્રી કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજના માનનીય પ્રમુખ શ્રી જયેશભાઈ અનંતરાય આચાર્ય, મંત્રી શ્રી ગોપાલભાઈ ભટ્ટ, પૂર્વ મંત્રીશ્રી અરુણાબેનછત્રે, અંજાર સેવક બ્રહ્મ સમાજના ખજાનચી શ્રીમતી ભટ્ટ પ્રીતિબેન હિમાંશુભાઈ અને કુમારી બાલિકાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી સન્માન સ્નેહમિલનની શુભ શરૂઆત કરવામાં આવી, શ્રી સેવક બ્રહ્મ સમાજ અંજાર હાજર રહેલા વડીલો ભાઇઓ બહેનો તથા બાળકો જેમણે આ કાર્યક્રમ ને સફળ કરવામાં શારીરિક, આર્થિક કે માનસિક મદદ કરી એમનો શ્રી સેવક બ્રહ્મ સમાજ અંજાર આભાર વ્યક્ત કરે છે એકતા અનમોલ રત્ન જે કરે જ્ઞાતીનું જતન.
શ્રી સેવક બ્રહ્મ સમાજ અંજાર દ્વારા આયોજિત સરસ્વતી સન્માન તથા સ્નેહમિલન સમારોહનું ખુબ જ અતિ સુંદર આયોજન કરવામાં આવ્યું, તે બદલ શ્રી કચ્છ સેવક બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ શ્રી દેવધર નિમેષભાઈને ખુબ ખુબ અભિનંદન હંમેશા સમાજ સેવા ને પ્રગતિ માટે આવા કાર્યો કર્તા રહો. હોદ્દેદારો ને પણ ખુબ ખુબ અભિનંદન.
૧૮-૧૧-૨૦૨૩ સ્નેહમિલન ગાંધીધામ
ગાંધીધામ ખાતે લાભ પાંચમ તા. ૧૮-૧૧-૨૦૨૩ને શનિવારના રોજ શ્રી ગાંધીધામ સેવક બ્રહ્મ સમાજનો સ્નેહમિલનનો કાર્યક્રમ આનંદપૂર્વક ઉજવાઈ ગયો જેમાં શ્રી કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજના માનનીય પ્રમુખ શ્રી જયેશભાઈ અનંતરાય આચાર્ય, મંત્રી શ્રી ગોપાલભાઈ ભટ્ટ, શ્રી ગાંધીધામ સેવક બ્રહ્મ સમાજ અને શ્રી કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજ ના ભુતપૂર્વક પ્રમુખ શ્રી અશ્વિનભાઈ બાપટ, ડો.શ્રી ચંદ્રકાંતભાઈ આચાર્ય, ડો.શ્રી મનુભાઈ રાસ્તે, શ્રી ગાંધીધામ મહિલા મંડળના સભ્યો હાજર રહેલા ભાઇઓ બહેનો તથા બાળકો જેમણે આ કાર્યક્રમ ને સફળ કરવામાં શારીરિક, આર્થિક કે માનસિક મદદ કરી એમનો શ્રી ગાંધીધામ સેવક બ્રહ્મ સમાજ આભાર વ્યક્ત કરે છે. પ્રમુખ શ્રી દિનેશ કે દેવધર, મંત્રી શ્રી ધવલ કે દેવધર અને કારોબારી.





