૧૫-૧૨-૨૦૨૩ શુભલગ્ન ચિ.પાર્થ સંગે ચિ.ડૉ.હેન્સી

શ્રીમતી દેવધર સરલાબેન પ્રવીણભાઈ દેવધર ગામ માધાપર વાળા તરફ થી તેમના સુપુત્ર ચિ.પાર્થ સંગે ચિ.ડૉ.હેન્સી તે શ્રીમતી ભાગવત કલ્પનાબેન હિરેનભાઈ ગામ ગઢસીસા વાળા ના સુપુત્રી ના શુભ લગ્ન ૧૫-૧૨-૨૦૨૩ ના રોજ કુલદેવી શ્રીમહાગૌરી માતાજી અને કુલ દેવતા શ્રીહનુમાનજી ના શુભ આશીર્વાદથી સંપન્ન થયા છે.
કુળદેવી શ્રી મહાગૌરી માતાજી અને કુલ દેવતા શ્રી હનુમાનજી મહારાજના નવપરિણીત દંપતી અને સંપૂર્ણ પરીવારને આશીર્વાદ પ્રાપ્ત થાય સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે નિરોગી જીવન વિતાવે એવી શુભેચ્છા સમાજ પાઠવે છે.

8-12-2023 શુભ લગ્ન, ચિ.જય બાપટ સંગ યશ્વી આચાર્ય

શ્રીમતિ પ્રફુલાબેન અને શ્રી વિનયભાઈ હરસુખરાય બાપટ , મૂળ માંડવી હાલે ગામ રાજકોટ ના સુપુત્ર ચિ.જયનાં શુભ લગ્ન મુળ માંડવી હાલ માનકુવા નિવાસી શ્રીમતિ રીટાબેન તથા શ્રી આશિષભાઈ જયસુખભાઈ આચાર્યની સુપુત્રી ચિ.યશ્વી સાથે આપણી સમાજવાડી માધાપર ખાતે તા.૦૮-૧૨-૨૦૨૩નાં સંપન્ન થયા છે.
ભગવાન શ્રી પરશુરામ ભગવાન, શ્રી દ્વાકાધીશ તેમને નિરોગી અને સુખી પ્રસન્ન દામ્પત્યજીવન પ્રદાન કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.

૦૩-૧૨-૨૦૨૩ ડોક્ટર ઓફ ફિલોસોફીની ડીગ્રી

આપણા સમાજ નું ગૌરવ – ડો.હીરકરાજ તરુણભાઈ બાપટ (ગાંધીધામ)ને આજરોજ ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU)નાં ૧૧ માં પદવીદાન સમારોહમાં ઈસરોનાં ચીફ શ્રી ડો.એસ સોમનાથનનાં હસ્તે ડોક્ટર ઓફ ફિલોસોફીની ડીગ્રી એનાયત કરવામાં આવી. રિલાયન્સ ગ્રુપનાં ચેરમેન શ્રી મુકેશ અંબાણી આ દીક્ષાંત સમારોહ માં સામેલ થયા હતા અને સાથે અતિથિ વિશેષ તરીકે ઈસરોનાં ચીફ ડો સોમનાથ પણ સામેલ થયા હતા.
આપે પ્રાપ્ત કરેલ ડીગ્રીનું સમાજ ગૌરવ અનુભવે છે અને આપણે ખુબ અભિનંદન આપે છે. આપની કારકિર્દી ઉજ્જવળ બને એવી શુભેચ્છાઓ પાઠવે છે.

૨૯-૧૧-૨૦૨૩ શુભ લગ્ન મુંબઈ, ચિ.બીજલબેન કાનડે સંગ ડો.વિશાલ પ્રકાશ વાટવાણી

શ્રીમતિ કુસુમબેન નવીનચંદ્ર ગોપાલજી જોષી (કાનડે) હાલે મુલુંડ- મુંબઇ નિવાસીના સુપુત્રી ચિ.બીજલબેનના શુભ લગ્ન ડો.વિશાલ પ્રકાશ વાટવાણી સાથે કોર્ટે મેરેજથી થયા છે. નવ દંપતિને સુખી પ્રસન્ન દામ્પત્ય પ્રાપ્ત થાય એવા શુભાશિષ સમાજ પાઠવે છે.

૨૮-૧૧-૨૦૨૩ શુભ લગ્ન ચિ.રોહન દેવધર સંગે ચિ.વિધિ ભટ્ટ

મુળ ગામ મોટી વિરાણી હાલ ગાંધીધામ નિવાસી શ્રીમતી વનિતાબેન તથા શ્રી બીપીનભાઈ કરુણાશંકર દેવધરનાં સુપુત્ર ચિ.રોહન સંગે કેરા નિવાસી શ્રીમતિ સંગીતાબેન અને શ્રી વિજયભાઈ પ્રભુલાલ ભટ્ટની સુપુત્રી ચિ.વિધિનાં શુભ લગ્ન વિ.સં.૨૦૮૦ કારતક વદ ૧ તા.૨૮-૧૧-૨૦૨૩ મંગળવારના રોજ આપણી સમાજવાડીમાં માધાપર ખાતે સંપન્ન થયા છે.
ભગવાન શ્રી પરશુરામ ભગવાન અને શ્રી દ્વારકાધીશ તેમને નિરોગી અને સુખી સ્વસ્થ દામ્જીપત્ય જીવન પ્રદાન કરે તેવી હ્રદય પૂર્વક પ્રાર્થના.
આ શુભ પ્રસંગના કેટલાક ફોટા PHOTO GALLERY માં મુકવામાં આવ્યા છે.

૨૬-૧૧-૨૦૨૩ માધાપર મધ્યે સ્નેહમિલન અને સરસ્વતી સન્માન કાર્યક્રમ

આપણા સમાજ દ્વારા તા.૨૬-૧૧-૨૦૨૩ના રોજ માધાપર સમાજવાડી મધ્યે જ્ઞાતિ નું સ્નેહમિલન તેમજ સરસ્વતી સન્માન સમારોહ પ્રમુખશ્રી જયેશભાઇ અનંતરાય આચાર્યની અધ્યક્ષતામાં યોજાઈ ગયું. સમાજના ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી અને અન્ય હોદ્દેદારના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમાજના મંત્રીશ્રી ગોપાલભાઈ ભટ્ટનાં નૂતન વર્ષાભિનંદન સાથે સર્વે જ્ઞાતિજનોનું અભિવાદન કરાયું હતું. ઉપપ્રમુખશ્રી નીમેષભાઈ દેવધર, ખજાનચીશ્રી નીશાન્તભાઈ આચાર્ય, તેમજ શ્રી ચેતનભાઈ દેવધરે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રમુખશ્રી જયેશભાઈ આચાર્ય, ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ આચાર્ય, ડો.કનૈયાલાલ રાસ્તે અને શ્રી સંજયભાઈ બાપટે એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ઇનામોના દાતાશ્રીઓનું પણ ફૂલહાર તેમજ શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો રજુ કરી ઉપસ્થિત જ્ઞાતિજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્વાદિષ્ટ ભોજન બાદ ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ બાપટ, સરસ્વતી સન્માનના ઈનામોનાં દાતાશ્રીઓ કુમારી અરુણાબેન છત્રે અને અન્ય દાતાઓ તથા અન્ય હોદ્દેદારોના હસ્તે, એલ.કે.જી. થી માસ્ટર ડીગ્રી સુધીના સમાજના ૨૫૦ જેટલા તેજસ્વી તારલાઓને વિવિધ ઇનામો અને શિલ્ડ વડે સન્માનિત કરાયા હતા.
આગામી ૧૦ વર્ષનું વિઝન અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને બિઝનેસ ક્ષેત્રે ક્રાંતિ લાવવા જ્ઞાતિજનોને આગળ આવવા હાકલ કરવામાં આવી હતી. કેળવણી ફંડમાં ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરવામાં આવી હતી. તથા આગામી સમયમાં યુવક યુવતીઓનો પસંદગી મેળો અને વિદ્યાર્થીઓને કયા ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી તે માટેનું માર્ગદર્શન Vocational Guidence મળી રહે તે માટે એક કાર્યક્રમ ગોઠવવાનું પણ આયોજન કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી.
આગામી સમૂહ લગ્ન તા.૨૧-૦૧-૨૦૨૪ના રવિવારનાં રોજ યોજવામાં આવશે એની જાહેરાત કરવામાં આવી હતી.
માતુશ્રી પાર્વતીબેન જીવરામ રાસ્તે પરિવાર તરફથી ધોરણ ૧૨ના આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહમાં સમાજમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર દરેકને ₹૧૧૦૦૦/- રોકડા પુરષ્કાર પેટે આપવામાં આવ્યા હતા અને દર વર્ષે આ રોકડ પુરષ્કાર આપવામાં આવતા રહેશે એવી જાહેરાત એમના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે વિવિધ ડીગ્રીઓ જેવી કે ડોકટર, ઇન્જીયનીર, શાસ્ત્રી, એમ.એ.ની ડીગ્રી, વગેરે પ્રાપ્ત કરનારઓને શિલ્ડ આપી નવાજવામાં હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિલીપભાઈ બાપટ, શ્રી નરેન્દ્રભાઈ ફડકે અને શ્રીમતિ કોકીલાબેન બાપટ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઇનામ વિતરણની વ્યવસ્થા યુવા પાંખના પ્રમુખશ્રી રાજદીપ દેવધર, તથા ઉપ પ્રમુખશ્રી નિમેષ દેવધર, વિમલ બાપટ, નીલેશ આચાર્ય, ડો.પંકજભાઈ ફડકે, કશ્યપ દેવધર, મેહુલ તિલક, આનંદ બાપટ, ધવલ રાસ્તે, સુધીર દેવધરે સંભાળી હતી. આભાર વિધિ સમાજના સહમંત્રી કુમારી નમ્રતા મધુકર ભાગવતે કરી હતી.
PHOTO GALLERY માં કાર્યક્રમના કેટલાક ફોટા અપલોડ કરવામાં આવ્યા છે.

સ્નેહમિલન વિક્રમ સંવત ૨૦૮૦ તા. ૨૬-૧૧-૨૦૨૩

આપણા સમાજનું સ્નેહમિલન તા. ૨૬-૧૧-૨૦૨૩ના રોજ આપણી સમાજવાડી મધ્યે યોજવામાં આવેલ છે જેમાં જોડાવા આપ સૌને ભાવભીનું આમંત્રણ છે.
પ્રમુખશ્રી અને મંત્રીશ્રી

૧૯-૧૧-૨૦૨૩ રવિવારના રોજ મુંબઈ ખાતે સ્નેહ મિલન

તા. ૧૯-૧૧-૨૦૨૩ને રવિવારના રોજ મુંબઈ ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ ખુબ જ આનંદ પૂર્વક સૌએ માણ્યો હતો. મુંબઈ સમાજ નાં સ્નેહ મિલનમાં પધારેલા સમાજના સર્વે જ્ઞાતિજનો, કારોબારી સભ્યો તથા બહારથી પધારેલા સર્વે મહેમાનો આપ સર્વે એ સાથે મળીને આ કાર્યક્રમ માણ્યો અને આપ સર્વેના સાથ સહકાર થતી આ પ્રોગ્રામ એકદમ સફળ થયો છે આપ સર્વેનો અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ.
આવો જ લાભ હંમેશા અમને આપતા રહેશો એવી અપેક્ષા.
શ્રી કચ્છી સેવક બ્રાહ્મણ સમાજ, મુંબઈ અને કારોબારી સમિતી

કાનડે પરિવાર (જીયાપર)ના પૂજ્ય દાદા ની પહેડી કારતક સુદ પૂનમ તારીખ ૨૭-૧૧-૨૦૨૩

કાનડે પરિવાર (જીયાપર) કાનડે પરિવારના પૂજ્ય દાદા ની પહેડી કારતક સુદ પૂનમ તારીખ ૨૭-૧૧-૨૦૨૩ને સોમવારના રોજ રાખવામાં આવેલ છે. દરેક કાનડે ભાઈઓ તથા નિયાણી બહેનો ને સહ પરિવાર પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. દરેક પરિવારે પોતપોતાની નિયાણી બહેનોને આમંત્રણ આપી દેવા વિનંતી છે.
પુ.દાદાની આરતી સવારના ૯.૩૦કલાકે અને મહાપ્રસાદ બપોરના ૧૧.૩૦થી એક કલાકે.
નોંધ: તારીખ ૨૬-૧૧-૨૦૨૩ રવિવારના રાત્રિના જમણવાર તેમજ તારીખ ૨૭-૧૧-૨૦૨૩ સોમવારના સવારના ચા નાસ્તો તથા બપોર ના મહાપ્રસાદના દાતા ગંગા સ્વ.તારાબેન અમૃતલાલ ગૌરીશંકર કાનડે ગામ હાજાપર વાળાના પુત્ર શ્રી શિરીષભાઇ કાનડે હાલમાં પુનાવાળા તરફથી રાખવામાં આવેલ છે. ચૈત્ર સુદ આઠમના માતાજીનો પ્રસાદ જે ભાઈઓને નોંધાવો હોય તે નોંધાવી શકે છે. (એક / બે પરિવાર સાથે મળીને પણ પ્રસાદ નોંધાવી શકે છે) વધુ વિગત માટે :શ્રી સંદીપભાઈ કાનડે : 9979328919 અથવા શ્રી અરવિંદભાઈ કાનડે :9825632503 નો સંપર્ક કરવો. લિ: કાનડે પરિવારના જય માતાજી

૧૯-૧૧-૨૦૨૩ દુઃખદ અવસાન , મુંબઈ, ગં.સ્વ.ધનલક્ષ્મીબેન જે.આપ્ટે

મુળ ગામ ટુંડા હાલ મુંબઈ, ગં.સ્વ.ધનલક્ષ્મીબેન આપ્ટે તે સ્વ.જટાશંકર મીઠુભાઈ આપ્ટેના ધર્મપત્ની, સ્વ.ગૌરીબેન દેવજી માવજી માંડલિકના પુત્રી, સ્વ.શંભુલાલ મૂળશંકરના બેન, ગં.સ્વ.વિજયાબેન, જશોદાબેનના નણંદ સ્વ.વલ્લભદાસ, સ્વ.મંગલદાસ પુરુષોત્તમ, મનીલાલ, પોપટલાલના ભાભી, શારદાબેન શંભુલાલ સેવકના ભાભી, સ્વ રાજેશ, મહેન્દ્ર, ગં.સ્વ જયશ્રી ચંદુલાલ આચાર્ય, ગં.સ્વ જ્યોતિ ભરત બિસ્ટ. ગં. સ્વ.અર્ચના શ્રીકાંત આચાર્ય, ગીતા રાજેશ તિલકના માતા, મીના, સુશીલાના સાસુ, ભાવિકા, ભૂમિકા, મોહિત, પિયુષના દાદીમાં, ખુશ્બુ,પાયલ,સોનાલી પૂજા,નેહા,લીના,બિનિતાના નાનીમાનું તા.૧૪૯-૧૧-૨૦૨૩ના રોજ મુંબઈ મુકામે અવસાન થયું છે. એમની પ્રાથના સભા તારીખ ૨૩-૧૧-૨૩ ના રોજ સાંજે ૪.૦૦ થી. ૫.૦૦ વાગ્યે રાખેલ છે સરનામું – આપ્ટે ચાલ, રૂમ નંબર ૧, મરાઠી બી.એમ.સી.સ્કૂલ સામે, પેંકર પાડા, મિરારોડ પૂર્વ. થાણે-દહિસર ચેકનાકા પાસે.
મહેન્દ્ર જે.આપ્ટે. ફોન નંબર 9987165699

uluslararası eşya taşımacılığı uluslararası eşya taşımacılığı eşya depolama yurtdışı kargo uluslararası evden eve nakliyat istanbul ev depolama ev eşyası depolama uluslararası ev taşıma uluslararası evden eve nakliyat uluslararası nakliyat
bursa escort gorukle escort
ankara escort
akü servis akumyolda.comakücü akumyoldaakumyolda.comakumyolda.com akücü
ingilizceturkce.gen.tr
TranslateDict.com is a online platform that specializes in free translation, helping visitors to translate to English from a wide variety of languages.translatedicttranslatedict.com