શ્રી કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજના માનનીય પ્રમુખ શ્રી જયેશભાઈ અનંતરાય આચાર્ય, મંત્રી શ્રી ગોપાલભાઈ ભટ્ટ, પૂર્વ મંત્રીશ્રી અરુણાબેનછત્રે, અંજાર સેવક બ્રહ્મ સમાજના ખજાનચી શ્રીમતી ભટ્ટ પ્રીતિબેન હિમાંશુભાઈ અને કુમારી બાલિકાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી સન્માન સ્નેહમિલનની શુભ શરૂઆત કરવામાં આવી, શ્રી સેવક બ્રહ્મ સમાજ અંજાર હાજર રહેલા વડીલો ભાઇઓ બહેનો તથા બાળકો જેમણે આ કાર્યક્રમ ને સફળ કરવામાં શારીરિક, આર્થિક કે માનસિક મદદ કરી એમનો શ્રી સેવક બ્રહ્મ સમાજ અંજાર આભાર વ્યક્ત કરે છે એકતા અનમોલ રત્ન જે કરે જ્ઞાતીનું જતન.
શ્રી સેવક બ્રહ્મ સમાજ અંજાર દ્વારા આયોજિત સરસ્વતી સન્માન તથા સ્નેહમિલન સમારોહનું ખુબ જ અતિ સુંદર આયોજન કરવામાં આવ્યું, તે બદલ શ્રી કચ્છ સેવક બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ શ્રી દેવધર નિમેષભાઈને ખુબ ખુબ અભિનંદન હંમેશા સમાજ સેવા ને પ્રગતિ માટે આવા કાર્યો કર્તા રહો. હોદ્દેદારો ને પણ ખુબ ખુબ અભિનંદન.
Author: KSBGS
૧૮-૧૧-૨૦૨૩ સ્નેહમિલન ગાંધીધામ
ગાંધીધામ ખાતે લાભ પાંચમ તા. ૧૮-૧૧-૨૦૨૩ને શનિવારના રોજ શ્રી ગાંધીધામ સેવક બ્રહ્મ સમાજનો સ્નેહમિલનનો કાર્યક્રમ આનંદપૂર્વક ઉજવાઈ ગયો જેમાં શ્રી કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજના માનનીય પ્રમુખ શ્રી જયેશભાઈ અનંતરાય આચાર્ય, મંત્રી શ્રી ગોપાલભાઈ ભટ્ટ, શ્રી ગાંધીધામ સેવક બ્રહ્મ સમાજ અને શ્રી કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજ ના ભુતપૂર્વક પ્રમુખ શ્રી અશ્વિનભાઈ બાપટ, ડો.શ્રી ચંદ્રકાંતભાઈ આચાર્ય, ડો.શ્રી મનુભાઈ રાસ્તે, શ્રી ગાંધીધામ મહિલા મંડળના સભ્યો હાજર રહેલા ભાઇઓ બહેનો તથા બાળકો જેમણે આ કાર્યક્રમ ને સફળ કરવામાં શારીરિક, આર્થિક કે માનસિક મદદ કરી એમનો શ્રી ગાંધીધામ સેવક બ્રહ્મ સમાજ આભાર વ્યક્ત કરે છે. પ્રમુખ શ્રી દિનેશ કે દેવધર, મંત્રી શ્રી ધવલ કે દેવધર અને કારોબારી.
૧૯-૧૧-૨૦૨૩ દુઃખદ અવસાન સ્વ.ચાંદનીબેન અક્ષય આચાર્ય, નારણપર
સ્વ.ચાંદનીબેન અક્ષય આચાર્ય. ઉ. વ. ૨૮. તે સ્વ.અક્ષય કિશોરભાઇ આચાર્ય(આદિપુર)ના પત્ની, વનીતાબેન વિનોદચંદ્ર વિઠલજી તિલક,નારાણપર ના દીકરી તથા પ્રભાબેન કિશોરભાઈ કાનજી આચાર્ય (મૂળ ગામ સુગરીયા હાલે આદિપુર)ના પુત્રવધુ, પ્રજ્ઞેશ તિલકના બહેન, વર્ષાબેન પ્રજ્ઞેશ તિલકના નણંદ તથા જીજ્ઞાબેન સુદીપ બાપટ (ગાંધીધામ)ના ભાભી, ઓમ, નિત્યાના ફઈ, વંશ, વીવાંશના મામી તે તારીખ ૧૯/૧૧/૨૦૨૩ ના રોજ અવસાન પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા.૨૨-૧૧-૨૦૨૩, બુધવારના સાંજે ૪.૦૦ થી ૫.૦૦ વિષ્ણુ સમાજવાડી, મહાજનનગર, નારાણપર (પસાયાતી) ખાતે રાખેલ છે.
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરે છે.
૧૬-૧૧-૨૦૨૩ શુભ વેવિશાળ ચિ.પાર્થ આચાર્ય સંગે ચિ. બંશી ભટ્ટ
મુળ ગામ ચંદીયા હાલ મુંબઈ નિવાસી શ્રી રાજેન્દ્ર દયારામ આચાર્યના સુપુત્ર ચિ.પાર્થનું શુભ વેવિશાળ, સિનુગ્રા નિવાસી શ્રી જુગલકીશોર પ્રાણલાલ ભટ્ટની સુપુત્રી ચિ.બંશી સાથે તા.૧૬-૧૧-૨૦૨૩ના રોજ સિનુગ્રા મુકામે સંપન્ન થયા છે.
ઈશ્વર નવદંપતીને સુખી પ્રસન્ન દામ્પત્ય આપે એવી સમાજ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ.
આ શુભ પ્રસંગના કેટલાક ફોટાઓ PHOTO GALLERY માં અપલોડ કરવામાં આવ્યા છે.
૨૮-૧૦-૨૦૨૩ શરદ પૂનમનાં રાસોત્સવ સમાજવાડીમાં
શ્રી કચ્છ સેવક બ્રાહ્મણ સમાજ દ્વારા પ્રેરિત અને સમાજની યુવા પાંખ દ્વારા આયોજિત ગરબા રાસ અને ડ્રેસ કોમ્પિટિશનનો એક ભવ્ય કાર્યક્રમ તા.૨૮-૧૦-૨૦૨૩નાં શનિવારનાં શરદ પૂનમની રાતલડીએ આપણી સમાજ વાડીમાં યોજાઈ ગયો. ખુબજ મોટી સંખ્યામાં ભાગ લઈને સમાજના લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જય કચ્છ સેવક સમાજ. યુવા પાંખના તમામ હોદ્દેદારો કાર્યકરોને ધન્યવાદ.
28-10-2023 અવસાન નોંધ: સ્વ. તારાચંદ હોતચંદ પંડયા, રાજકોટ.
મૂળ ગામ મીઠાપુર, હાલ રાજકોટ નિવાસી સ્વ.તારાચંદ હોતચંદ પંડયા, ઉમર વર્ષ ૯૫, તે સ્વ.લક્ષ્મીદાસ, સ્વ.આસનદાસ,સ્વ.રામકિશનનાં મોટાભાઈ, સ્વ.વિજય, ધર્મેન્દ્ર, રાજેશભાઈ, ગીતાબેન હર્ષદકુમાર જોષી અને પારૂલબેન યોગેશકુમાર પાઠકના પિતા તા.૨૮-૧૦-૨૦૨૩ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ઉઠામણુ સોમવાર તારીખ ૩૦-૧૦-૨૦૨૩નાં શીતલા મંદિર,પટેલ વાડી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે સાંજે ૫.૦૦ થી ૬.૦૦ રાખેલ છે.
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
25-10-2023 અવસાન નોંધ સ્વ. પ્રભુલાલ ભાણજી રાસ્તે, બળદિયા
બળદિયા (તા. ભુજ) : પ્રભુલાલ ભાણજી રાસ્તે ઉ.વ.૬૭ તે સ્વ.રમાબેન ભાણજી રાસ્તેના પુત્ર, રમીલાબેનના પતિ, સ્વ.જયંતીલાલ, ચંદુલાલ, હરેશભાઇ, સ્વ.મોહનભાઇ, વિનોદભાઇ, સ્વ. જયાબેન, સ્વ.સાવિત્રીબેન, ગં.સ્વ.રંજનબેનના ભાઇ, અંજના મેહુલ કાનડે (માધાપર) તથા પંકજના પિતા, હિનાબેન પંકજ રાસ્તેના સસરા, સ્વ. કુંવરજી મૂળજી બાપટ (કિડાણા)ના જમાઇ, દામજીભાઇ, જયશંકરભાઇ, કલ્યાણજી, મનસુખભાઇના બનેવી, સ્વ.પ્રવીણ, ભૂપેન્દ્ર, જગદીશ, શશિકાંત, હરસુખ, ગીતા, હિતેન, જય, મોક્ષ, નેહલ, હેતલ, નીશા, રીના, બીનાના કાકા, હેત તથા પ્રિન્સીના નાના, દર્શિની તથા હર્ષિવના દાદા તા.૨૫-૧૦-૨૦૨૩ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૨૭-૧૦-૨૦૨૩ના શુક્રવારે સાંજે ૪.૦૦ થી ૫.૦૦ આશાપુરા સોસાયટી, આશાપુરા સત્સંગ હોલ, બળદિયા ખાતે રાખેલ છે.
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
24-10-2023 શુભ વેવિશાળ – કુ.રાસ્તે જાહ્નવી સાથે બાપટ ધવલ
શ્રી રાસ્તે રશમિકાંત શિવજી (મુન્નાભાઈ) ગામ માધાપર તેમની સુપુત્રી કુ.રાસ્તે જાનવી રશ્મિકાંત ભાઈ ના શુભ વેવિશાળ માંડવી નિવાસી બાપટ ધવલ રાજેન્દ્રભાઈ સાથે તારીખ ૨૪-૧૦-૨૦૨૩ ના રોજ થયેલ છે. સમાજ તરફથી એમના સુખી દામ્પત્ય જીવન માટે શુભેચ્છાઓ.
12-10-2023 દુ:ખદ અવસાન દિનેશ ભાઈ પ્રાગજી તિલક , ભુજ
મુળ નારાણપર હાલ ભુજ નિવાસી સ્વ. દિનેશભાઈ પ્રાગજી તિલક , ઉંમર વ. ૫૫, તે સ્વ. તિલક ત્રિવેણીબેન પ્રાગજી ધનજીના પુત્ર, જયશ્રીબેનના પતિ, ગ્રેસી, નીતિના પિતા, ડો. સૂર્યકાન્તભાઇ, સવિતાબેન પ્રર્ણવકુમાર, સ્વ. અરવિંદાબેન, સ્વ. પુષ્પાબેન, અશ્વિનભાઇના નાના ભાઇ, પુષ્પાબેન, હર્ષાબેનના દિયર, મનીષાબેન અશ્વિનકુમાર, દીપક, માધવ, અર્પિત અને કરણના કાકા, માંડવીના ગં.સ્વ. લક્ષ્મીબેન મથુરાદાસ નિમાવત તેમજ ગોકુલદાસ હરિદાસ નિમાવતના જમાઇ, ભરતભાઇ, યતિશભાઇ, જયેશભાઇના બનેવી તારીખ ૧૨-૧૦-૨૦૨૩ના અવસાન પામ્યા છે. ભાઇઓ તેમજ બહેનોની પ્રાર્થનાસભા તા. ૧૬-૧૦-૨૦૨૩ના સાંજે ૪-૦૦ થી ૫-૦૦ પ્રગટેશ્વર મહાદેવ મંદિર, ઉપલોવાસ, નારાણપર ખાતે રાખેલ છે.
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી સમાજ પ્રાર્થના કરે છે.
તા. 23-09-2023 દુઃખદ અવસાન રેખાબેન રમેશ માંડલિક, રાજકોટ
રાજકોટ, રેખાબેન રમેશભાઈ માંડલિક, ઉમર – ૬૩, તે સ્વ. રમેશભાઈ દામોદરભાઈ માંડલિક ના પત્ની, રાધાબેન દામોદરભાઈ માંડલિક ના પુત્રવધુ, સ્વ દિવાળીબેન રતિલાલ તિલક ના દિકરી (નારાણપર), સ્વ. વિનુ બેન, જયપ્રકાશ, અજય, નીતા ના ભાભી, મીનાક્ષી બેન જયપ્રકાશ ના જેઠાણી, તૃપ્તિ અનિલ આચાર્ય (ભદ્રેશ્વર) ના માતા, ઓમ અને તીર્થ ના મોટી મા, હરેશ રતિલાલ તિલક (મુંબઈ) અને મીનાક્ષી શશીકાંત આચાર્ય (કરછ) ના બહેન, આસ્વી અને નવ્યાના નાની આજ તારીખ ૨૩/૦૯/૨૦૨૩ ના રોજ અવસાન પામ્યા છે.
તેમની પ્રાર્થના સભા તા ૨૫/૦૯/૨૦૨૩, સોમવાર ના બપોરના ૪.૦૦ થી ૫.૦૦ તેમના નિવાસ સ્થાન, C/O શ્રી સતી ઇન્ડસ્ટ્રીઝ, ૨/૧૧, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, શેરી નં ૧૧ એ , રાજકોટ ખાતે રાખવામાં આવી છે.
નોંધ – સદગતના આત્માની શાંતિ માટે બપોરે ૩.૦૦ થી ૪.૦૦ દરમ્યાન કઠોપનીષદ અને ભગવદ ગીતાના પાઠ કરવામાં આવશે.



