આપણી સમાજવાડીમાં હાલમાં સંચાલક તરીકે ફરજ બજાવતા શ્રી જીગીસભાઈ રાસ્તેએ રાજીનામું આપ્યું હોઈ તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. તેમની જગ્યાએ સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા આપણી જ્ઞાતિના ભાઈઓની અરજી મંગાવવામાં આવે છે જે ભાઈને વાડી માં સંચાલક તરીકે રહેવાની ઈચ્છા હોય તેઓ તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી માં પ્રમુખશ્રી કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજ માધાપર ને લેખીત અરજી કરવી તેમજ તેની મને જાણ કરવી અરજી વોટ્સઅપ દ્વારા મને મોકલી આપવી. પગાર રૂપિયા 4000 ચાર હજાર છે
મંત્રીશ્રી ગોપાલભાઈ ભટ્ટ
શ્રી કરછ સેવક જ્ઞાતિ સેવા સમાજ
મો.૯૬૩૮૧ ૮૭૧૭૮
Category: News
Sevak Parivar Newsletters
શ્રી કચ્છી સેવક બ્રાહ્મણ સમાજ, મુંબઈનાં માનનીય પ્રમુખશ્રી નવીનભાઈ જી.કાનડેનાં અથાગ પ્રયાસથી આપના સમાજના વર્ષ ૧૯૭૭ થી ૧૯૮૨ દરમ્યાન બહાર પાડવામાં આવેલ “સેવક પરિવાર” ન્યુઝલેટર્સનાં ૨૯૮ પાના અને શ્રી નવીનભાઈ એન.બાપટ દ્વારા વર્ષ ૨૦૦૬ થી ૨૦૦૭ દરમ્યાન બહાર પાડવામાં આવેલ “રામશાસ્ત્ર” નાં ૨૨ પાનાની PDF ફાઈલ ઉપલબ્ધ થતાં આપણા સમાજના સૌ સભ્યો આનાથી માહિતગાર થાય તે માટે અત્રે ઉપલબધ કરાવવામાં આવે છે.
કચ્છના લોકોની સેવામાં સર્વ સમાજ સેનાની કચ્છ પ્રદેશની જાહેરાત
આપણા સમાજના લોકો મારો સંપર્ક કરે મારી સંસ્થાના સૈનિકો સેવામાં હાજર રહેશે….
કચ્છના લોકોની સેવામાં સર્વ સમાજ સેના.
વર્તમાન સમયમાં બિપોરજોય વાવાઝોડાની આફત સમગ્ર કચ્છ અને ગુજરાત ઉપર આવવાની શકયતા હવામાન વિભાગ દ્વારા જાણ કરેલ છે, પૂરગ્રસ્ત વિસ્તારમાં મદદ માટે સર્વ સમાજ સેના, કચ્છ પ્રદેશ ના અધ્યક્ષ ના આદેશ થી ઈમરજન્સી ટીમ જાહેર….
1.યોગેશ પોકાર, માઘાપર-ભુજ
2.રાજદીપ દેવધર, કનકપર-અબડાસા,
-(સંકલન વ્યવસ્થા)
3. નવીનભાઇ ચોપડા, જીયાપર-નખત્રાણા
4. વિનોદભાઈ રામજીયાણી, દેશલપર-ભુજ
-( ફુડ પેકેજ બનાવવા અને પેકિંઞ વ્યવસ્થા)
5.પ્રતીક પોકાર,જ.કોટડા-નખત્રાણા
6.રાણુભા સોઢા,પાનોલી-લખપત
– (ફુડ પેકેજ વિતરણ વ્યવસ્થા)
7.પચાણ રબારી, બાલાચોડ, નાની-અબડાસા
8.વસીમ રાયમા, નરેડી-અબડાસા
9.દિવેન જોષી, મોથાળા-અબડાસા
– (સ્થળાંતર વાહન વ્યવસ્થા)
10.ડો.સોકત સુમરા, ખીરસરા-અબડાસા
11.સેહરોજ ખલિફા,કોઠારા-અબડાસા
-(મેડીકલ ઇમરજન્સી વ્યવસ્થા
સર્વ સમાજ સેના કચ્છના કાર્યકર આપનો સંપર્ક કરી બનતી મદદ માટે તત્પર રહેશે..
શ્રી યોગેશ પોકાર(9824205052), અધ્યક્ષ,સર્વ સમાજ સેના, કચ્છ પ્રદેશ,
શ્રી રાજદીપ દેવધર(9825423465),જિલ્લા મહામંત્રી,સર્વ સમાજ સેના, કચ્છ પ્રદેશ.
ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું સન્માન અને સ્નેહમિલન ૧૧-૦૬-૨૦૨૩
આજરોજ તા.૧૧-૦૬-૨૦૨૩ના ભુજપુર મધ્યે જ્ઞાતિના હોદ્દેદારો, માંડવી મુન્દ્રા સેવક મિત્રો વગેરેની હાજરીમાં ધોરણ 10 અને 12માં પાસ થયેલા બાળકોના સન્માન અને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રમુખશ્રી જયેશભાઈ આચાર્યના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.માનનીય પ્રમુખ શ્રી જયેશભાઇ આચાર્ય અને યુવાપાંખ પ્રમુખશ્રી રાજદીપ દેવધરે પોતાનું પ્રસંગોપાત વક્તવ્ય આપ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મુન્દ્રા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી અતુલભાઈ પંડ્યા તથા રાજગોર સમાજ પ્રમુખ શ્રી નગીનભાઈ ગોર ઉપસ્થિત રહ્યા હતા. ઉતીર્ણ થયેલ ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામો સહ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ફોટા ગેલેરીમાં મુકવામાં આવ્યા છે.
વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓનું સન્માન.
માંડવી-મુન્દ્રા સેવક મિત્રોનું સ્નેહમિલન અને ધોરણ 10અને12માં પાસ થયેલ જ્ઞાતિના તમામ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓના સન્માનનો કાર્યક્રમ. તા-11/06/2023 સમય-સવારે 10-30થી. સ્થળ- જેસલપીર દાદાની વાડી, બસસ્ટેશન પાસે ભુજપુર તાલુકો મુન્દ્રા. બપોરનું ભોજન સહુ સાથે લેશું. જે બાળકો પાસ થયેલ છે એમની માર્કશીટનો ફોટો વ્હોટ્સ એપ નંબર 9723162767 પર તા 04/06/2023 સુધી મોકલી આપવા વિનંતી…
ચિ.ધવલ અને ચિ.રીદ્ધીના શુભ લગ્ન તા.૨૧-૦૫-૨૦૨૩
મુળ ગામટુંડા હાલે દહીંસર નિવાસી અ.સૌ. જયશ્રીબેન અને શ્રી કિશોરભાઈ મંગળદાસ આપ્ટેનાં સુપુત્ર ચિ. ધવલના શુભ લગ્ન મુળ સિનુગ્રા હાલે માધાપર નિવાસી અ.સૌ. કલ્પનાબેન અને શ્રી કરુણાશંકર વજેશંકર આચાર્યની સુપુત્રી રિદ્ધિ સાથે આપણી સમાજવાદી ખાતે સંવત ૨૦૭૯ જેઠ સુદ બીજ રવિવારના તા. ૨૧-૦૫-૨૦૨૩ના રોજ સંપન્ન થયા છે. નવ દંપતિને સમાજ પ્રસન્ન દામ્પત્યજીવન માટે શુભેચ્છાઓ પાઠવે છે.
મેડિકલ કેમ્પ અને કારોબારીની મિટીંગ તા.૧૪-૦૫-૨૦૨૩
જય પરશુરામ
આજરોજ આપણા સમાજ ની કારોબારી ની મિટિંગ મળી. જૂના કારોબારી સભ્યો અને હોદેદારો ના સોગંદનામાં કરવામાં આવ્યા. યુવા પાંખ દ્વારા મેડિકલ કેમ્પ નું સરસ આયોજન કરવામાં આવ્યું . તેમાં અંદાજીત 125 દર્દીઓ ને તપાસવા માં આવ્યા .યુવા પાંખ ના પ્રમુખ શ્રી ઉપ પ્રમુખ શ્રી તેમજ તમામ યુવા પાંખ ના સભ્યો ને સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન .સારવાર આપનાર
ડૉ.કનૈયાલાલ ભાઇ રાસ્તે
ડૉ.મેહુલભાઈ સેવક
ડૉ.મૈત્રીબેન રાસ્તે
ડૉ.જાહ્નવી બેન ઓઝા
ડૉ.મૃગેશ શાહ. સૌ ડોક્ટરો નો અમે હ્રુદય પૂર્વક આભાર માની એ છીએ. શ્રી અશ્વિનભાઈ રતિલાલ બાપટ શ્રી એ મિટિંગ માં જણાવ્યું હતું કે હું સમાજ સેવા કરતો રહીશ પરંતુ મારી આગળ આજીવન પ્રમુખ શબ્દ ન લગાડવા માં આવે એવી મારી ઈચ્છા છે. તેમની ઈચ્છા ને માન આપવામાં આવ્યું અને તેઓ શ્રી ની સેવા ને બિરદાવવા માં આવી અને હવે તેઓ શ્રી ને ટ્રસ્ટી અથવા પૂર્વ પ્રમુખ શ્રી સંબોધવાનું નક્કી કરવામાં આવ્યું. શ્રી ડૉ. કનૈયાલાલ ભાઇ એમ.રાસ્તે ભુજપુર વાળા ને કચ્છ જિલ્લા ની
વિધવા સહાય નું ભંડોળ એકત્ર કરવાની જવાબદારી સોંપવામાં આવી. સાથ સહકાર આપનાર સૌ નો અમે હદય પૂર્વક આભાર માનીએ છીએ.
જયેશભાઇ આચાર્ય
પ્રમુખ શ્રી
ગોપાલભાઈ ભટ્ટ
મંત્રી શ્રી
નિમેષ ભાઇ દેવધર
ઉપ પ્રમુખ શ્રી
કુ.નમ્રતાબેન ભાગવત
સહમંત્રી
શુભ લગ્ન તા.7-05-2023
મીઠીરોહર નિવાસી અ.સૌ. મીનાબેન તથા શ્રી હરિલાલ કાંતિલાલ આચાર્યની સુપુત્રી ચિ. દિપાના શુભલગ્ન સમાઘોઘા નિવાસી અ.સૌ.પુષ્પાબેન અને શ્રી જીતેન્દ્ર કેશવજી રાસ્તેના સુપુત્ર યશ સાથે સવંત ૨૦૭૯ વૈશાખ વદ ૨, રવિવાર તારીખ ૦૭-૦૫-૨૦૨૩ના રોજ આપણી સમાજવાડી માધાપર ખાતે સંપન્ન થયા છે.
શુભ લગ્ન તા.૦૨-૦૫-૨૦૨૩
શુભ વેવિશાળ તા.૨૨-૦૪-૨૦૨૩ અક્ષય તૃતીયા
વૈશાખ સુદ ૩ અક્ષય તૃતીયાના શુભદિને, મૂળ શિરવા હાલ ડોમ્બીવલી નિવાસી શ્રી રમાકાંત વિશનજી દેવધર અને શ્રીમતિ મધુબેનની સુપુત્રી ચિ.સ્નેહા નું શુભ વેવિશાળ, મૂળ માંડવી, હાલ રાજકોટ રહેતા ગ.સ્વરૂપ ભારતીબેન યોગેશભાઈ બાપટનાં સુપુત્ર ચિ.અંકિત સાથે સંપન્ન થયું હતું. આ પ્રસંગના ફોટાઓ ફોટો ગેલેરીમાં મુકવામાં આવ્યા છે.




