૨૧-૦૧-૨૦૨૪ સમૂહ લગ્ન અને યજ્ઞોપવીત

આપણા સમાજ દ્વારા આયોજિત જનોઈ અને સમૂહ લગ્ન. 21/01/2024. ખુબજ સરસ અને વ્યવસ્થિત આયોજન અને જ્ઞાતિજનોનો અનેરા ઉત્સાહ સાથે સમ્પન્ન થયેલ આ કાર્યક્રમ ગૌરવપ્રદ અને આનંદદાયક રહ્યો. સર્વે હોદ્દેદારો, કારોબારી, જ્ઞાતિની પાંખોની ટિમો અને નામી અનામી અનેક કાર્યકરોની જેટલી પ્રસંશા કરો એ ઓછી પડે. જ્ઞાતિની નવી વસ્તી પત્રિકા માં ફોર્મસ ભરવાનું પણ કામ આ પ્રસંગે કરવામાં આવ્યું. આ માંગલિક પ્રસંગમાં શાસ્ત્રોક્ત વિધિ કરાવનાર શ્રી શાંતિલાલ ભાઇ આચાર્ય, શ્રી દિલીપભાઈ બાપટ તેમજ તેમની સાથે વિધિ કરાવનાર આચાર્યશ્રીઓ , બટુકો અને નવ દંપતિ ને ભેટ આપનાર તમામ જ્ઞાતિ જનો, મહિલા મંડળ, યુવક મંડળના ઉત્સાહી પ્રમુખ શ્રી રાજદીપ દેવધર ,ઉપ પ્રમુખ શ્રી વિમલ બાપટ તેમજ તમામ યુવક મંડળ તેમજ વસ્તી પત્રક ની માહિતી ફોર્મ ભરી આપનાર સમગ્ર ટીમ અને આ પ્રસંગમાં હાજરી આપી પ્રસંગ ની શોભા વધારનાર આપણા સૌ જ્ઞાતિ જ્ઞાતિ જનો નો અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ.

પ્રમુખ શ્રી જયેશભાઇ આચાર્ય
ઉપ પ્રમુખ શ્રી નિમેષભાઇ દેવધર
મંત્રીશ્રી ગોપાલભાઈ ભટ્ટ
ખજાનચી શ્રી નિશાંતભાઇ આચાર્ય
સહમંત્રી કુ. નમ્રતા ભાગવત અને કારોબારી સમિતી
શ્રી કચ્છ સેવક (બ્રાહ્મણ)જ્ઞાતિ સેવા સમાજ

૨૧-૦૧-૨૦૨૪ નાં સમૂહલગ્નમાં પધારવા આમંત્રણ

તા. ૨૪-૧૨-૨૦૨૪ રવિવારના રોજ સમાજવાડી ખાતે તા.૨૧-૦૧-૨૦૨૪ના રોજ યોજવામાં આવેલ સમૂહલગ્ન અને યજ્ઞોપવીત કાર્યક્રમ અંગે કારોબારી સભ્યો અને વાલીઓની એક મિટીંગ યોજાઈ ગઈ જેમાં સમાજ તરફથી આ કાર્યક્રમ માણવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
શ્રી કરછ સેવક (બ્રાહ્મણ) જ્ઞાતિ સેવા સમાજ દ્વારા સમૂહલગ્ન તથા યજ્ઞોપવિતનો કાર્યક્રમ વિ.સં.૨૦૮૦ પોષ સુદ ૧૧ તારીખ ૨૧-૦૧-૨૦૨૪ રવિવારના શુભદિને યોજવામાં આવેલ છે. તો સમસ્ત જ્ઞાતિજનોને સહપરિવાર પધારવા હાર્દિક ભાવભર્યુ આમન્ત્રણ પાઠવામાં આવે છે. નવદમ્પતિ અને બટુકોને શુભ આશીર્વાદ આપવા પધારશો.
જય પરશુરામ

સમાજવતી
પ્રમુખશ્રી
જયેશભાઇ એ. આચાર્ય
મંત્રી શ્રી
ગોપાલભાઈ વી. ભટ્ટ

સ્નેહમિલન વિક્રમ સંવત ૨૦૮૦ તા. ૨૬-૧૧-૨૦૨૩

આપણા સમાજનું સ્નેહમિલન તા. ૨૬-૧૧-૨૦૨૩ના રોજ આપણી સમાજવાડી મધ્યે યોજવામાં આવેલ છે જેમાં જોડાવા આપ સૌને ભાવભીનું આમંત્રણ છે.
પ્રમુખશ્રી અને મંત્રીશ્રી

કાનડે પરિવાર (જીયાપર)ના પૂજ્ય દાદા ની પહેડી કારતક સુદ પૂનમ તારીખ ૨૭-૧૧-૨૦૨૩

કાનડે પરિવાર (જીયાપર) કાનડે પરિવારના પૂજ્ય દાદા ની પહેડી કારતક સુદ પૂનમ તારીખ ૨૭-૧૧-૨૦૨૩ને સોમવારના રોજ રાખવામાં આવેલ છે. દરેક કાનડે ભાઈઓ તથા નિયાણી બહેનો ને સહ પરિવાર પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. દરેક પરિવારે પોતપોતાની નિયાણી બહેનોને આમંત્રણ આપી દેવા વિનંતી છે.
પુ.દાદાની આરતી સવારના ૯.૩૦કલાકે અને મહાપ્રસાદ બપોરના ૧૧.૩૦થી એક કલાકે.
નોંધ: તારીખ ૨૬-૧૧-૨૦૨૩ રવિવારના રાત્રિના જમણવાર તેમજ તારીખ ૨૭-૧૧-૨૦૨૩ સોમવારના સવારના ચા નાસ્તો તથા બપોર ના મહાપ્રસાદના દાતા ગંગા સ્વ.તારાબેન અમૃતલાલ ગૌરીશંકર કાનડે ગામ હાજાપર વાળાના પુત્ર શ્રી શિરીષભાઇ કાનડે હાલમાં પુનાવાળા તરફથી રાખવામાં આવેલ છે. ચૈત્ર સુદ આઠમના માતાજીનો પ્રસાદ જે ભાઈઓને નોંધાવો હોય તે નોંધાવી શકે છે. (એક / બે પરિવાર સાથે મળીને પણ પ્રસાદ નોંધાવી શકે છે) વધુ વિગત માટે :શ્રી સંદીપભાઈ કાનડે : 9979328919 અથવા શ્રી અરવિંદભાઈ કાનડે :9825632503 નો સંપર્ક કરવો. લિ: કાનડે પરિવારના જય માતાજી

ભાગવતાચાર્ય શ્રી ભાવિન રતિલાલ દેવધર, રામપર સરવા પ્રથમ ભાગવત કથા ૧૯-૦૭-૨૦૨૩

આપણા સમાજના ગામ રામપર સરવા નિવાસી ભાગવતાચાર્ય શ્રી ભાવિન રતિલાલ દેવધરની પ્રથમ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ, પોકાર પરિવાર દ્વારા પોકાર ફાર્મ વૃંદાવન ધામ, અમરેલી ખાતે અધિક શ્રાવણ સુદ -૨ તા.૧૯-૦૭-૨૦૨૩ થી શ્રાવણ સુદ ૭ taa.દરમ્યાન યોજાઈ ગયો. Youtube પર આ કથા ઉપલબ્ધ છે, જે આપ આપેલ લીંક પર ક્લિક કરી સાંભળી શકો છો. Link – https://youtu.be/8O5QJatodtI છે.

અમરેલી નિવાસી જ્ઞાન ગુરુજી પૂજ્ય શાસ્ત્રી શ્રી હિંમતભાઈ પી.પંડ્યાનાં હાથ નીચે શ્રી ભાવિનભાઈ દેવધરે શ્રીમદ્ ભાગવદનો અભ્યાસ કર્યો છે. અને એમની આ પ્રથમ ભાગવદ સપ્તાહ હતી. આ કાર્યક્રમના ફોટાઓ PHOTO GALLARY માં મુકવામાં આવ્યા છે.
સમાજ એમને કથા સફળતા પૂર્વક સંપન્ન કરવા બદલ ખુબ અભિનંદન પાઠવે છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી શુભેPHOTO GALLARYચ્છાઓ પાઠવે છે.

સમાજવાડી ખાતે કારોબારીની મિટિંગ, તારીખ ૦૬-૦૮-૨૦૨૩

આપણા સમાજની કારોબારીની મિટિંગ સમાજવાડી ખાતે તા. ૦૬-૦૮-૨૦૨૩નાં રવિવારના રોજ મળી ગઈ. આપણા સમાજના દિવંગત થયેલ સભ્યોના આત્માની શાંતિ માટે ૨ મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલી આપી મિટિંગની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
મિટીંગમાં સમાજને મળેલ પત્રોનું વાંચન કરવામાં આવ્યું હતું. વિ.સં.૨૦૮૦, કારતક સુદ ૧૪ રવિવાર તા. ૨૬-૧૧-૨૦૨૩ના રોજ સ્નેહમિલન અને સરસ્વતી સન્માનનો કાર્યક્રમ તથા વિ.સં. ૨૦૮૦ પોષ સુદ ૧૧, તારીખ ૨૧-૦૧-૨૦૨૪ના રોજ સમૂહલગ્ન યોજવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું.
માનનીય ટ્રસ્ટીશ્રી જયંતીલાલ નારાણજી આચાર્ય તરફથી સમાજના હોનહાર,તેજસ્વી બાળકો કે જેઓ નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડી દેવા વિવશ બને છે તેવા બાળકોને જરૂરી સહાય સમાજ વિના વ્યાજે આપે જેથી તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે પૂરતા પ્રમાણમાં કેળવણી ફંડ એકત્ર કરવા સૂચવ્યું હતું. આ બાબતે સવિસ્તાર ચર્ચા વિચારણાને અંતે સર્વાનુમતે ફંડ એકત્ર કરવાનું ઠરાવવામાં આવ્યું. આ કેળવણીફંડનું મેનેજમેન્ટ કરવા માટે એક શિક્ષણ સમિતિ રચના કરવા અંગે ચર્ચાઓ થઇ અને શિક્ષકોને આ સમિતિમાં રાખવા એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ કેળવણી ફંડમાંથી જરૂરીયાતમંદ બાળકોને જરૂરી સહાય લોન પેટે વિના વ્યાજે આપવી અને જ્યારે વિદ્યાર્થી સ્વનિર્ભર થાય ત્યારે આ રકમ પરત ચુકવવાની કરવાની શરતે આપવી એવું પણ સર્વાનુમતે ઠરાવવામાં આવ્યુંહતું.
આપણાસમાજની વેબસાઈટમાં પોતાના પરિવારની માહિતી જેઓ જાતે ભરી શકતા નથી તેઓ માટે ફોર્મ પ્રિન્ટિંગ કરાવીને કારોબારીના સભ્યોને આપવામાં આવ્યા છે. જેમાં વિગતો ભરાવી કારોબારી સભ્યો હવે પછે થનાર મિટીંગમાં લેતા આવે એવું નકી કરવામ્ના આવ્યું. જેથી આ માહિતી કારોબારીના સભ્યો જ વેબસાઈટમાં અપલોડ કરી દેશે.
જય સમાજ.

Achivement Dr. Pinal Ritesh Joshi 06-08-2023

શ્રીમતી દક્ષાબેન રમેશભાઈ જોષીનાં પુત્રવધુ ચિ.પીનલ રિતેશ જોષીએ માઈક્રો બાયોલોજીમાં M.D. ની ડીગ્રી પ્રાપ્ત કરવા બદલ એમને અભિનંદન પાઠવે છે. અને ઉત્તરોત્તર આવી પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.
જય સમાજ.

Achiement – Star Actor of Kachchh – 2023 , 31-07-2023

શ્રી વિવેકાનંદ રીસર્ચ અને ટ્રેનીંગ ઇન્સીટ્યુટ – માંડવી(કચ્છ) અને વિઝ્યુઅલ આર્ટસ – કચ્છ દ્વારા આયોજિત STAR ACTOR of KACHCHH સ્પર્ધામાં પુરુષ પ્રતિસ્પર્ધી તરીકે પ્રથમ અને સમગ્ર સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ સમાજ ગૌરવ અનુભવે છે અને આપને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે અને ઉત્તરોત્તર આવી પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ પાઠવે છે.
જાય સમાજ.

Parivar Darshan Form

આપણા સમાજની વેબસાઈટમાં આપનાં પરિવારની માહિતી ઓનલાઈન ભરવાનું ઘણાને ફાવતું નથી. આથી આવું એક ફોર્મ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જેમાં માહિતી ભરીને આપનાં વિસ્તારના કારોબારીના સભ્યને જો આપ આપશો તો તે માહિતી વેબસાઈટમાં અપલોડ કરી આપવામાં આવશે. આ ફોર્મની Link – Parivar Darshan Form

કારોબારીની મિટીંગ તા. ૦૬-૦૮-૨૦૨૩, રવિવાર.

આપણા સમાજની કારોબારીની મિટિંગ સમાજવાડી ખાતે તા. ૦૬-૦૮-૨૦૨૩, રવિવારનાં રોજ યોજવામાં આવશે. કારોબારીના તમામ સભ્યોને આ મિટિંગમાં ઉપસ્થિત રહેવા વિનંતી છે. સંજોગોવસાત જે સભ્ય ઉપસ્થિત રહી શકે તેમ નાં હોય તેઓ પણ આ મિટિંગમાં વર્ચ્યુઅલી વિડીયો કોલ થી ઉપસ્થિત રહી ચર્ચામાં જોડાઈ શકે છે. આવા સભ્યોએ પ્રમુખશ્રી / મંત્રીશ્રીને જાણ કરવાથી તેમને વિડીઓ કોન્ફરન્સમાં જોડી દેવામાં આવશે. ગોપાલભાઈ ભટ્ટ, મંત્રીશ્રી, કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજ.

uluslararası eşya taşımacılığı uluslararası eşya taşımacılığı eşya depolama yurtdışı kargo uluslararası evden eve nakliyat istanbul ev depolama ev eşyası depolama uluslararası ev taşıma uluslararası evden eve nakliyat uluslararası nakliyat
bursa escort gorukle escort
ankara escort
akü servis akumyolda.comakücü akumyoldaakumyolda.comakumyolda.com akücü
ingilizceturkce.gen.tr
TranslateDict.com is a online platform that specializes in free translation, helping visitors to translate to English from a wide variety of languages.translatedicttranslatedict.com