12-10-2023 દુ:ખદ અવસાન દિનેશ ભાઈ પ્રાગજી તિલક , ભુજ

મુળ નારાણપર હાલ  ભુજ  નિવાસી સ્વ. દિનેશભાઈ પ્રાગજી તિલક , ઉંમર વ. ૫૫,   તે સ્વ. તિલક ત્રિવેણીબેન પ્રાગજી ધનજીના પુત્ર, જયશ્રીબેનના પતિ, ગ્રેસી, નીતિના પિતા, ડો. સૂર્યકાન્તભાઇ, સવિતાબેન પ્રર્ણવકુમાર, સ્વ. અરવિંદાબેન, સ્વ. પુષ્પાબેન, અશ્વિનભાઇના નાના ભાઇ, પુષ્પાબેન, હર્ષાબેનના દિયર, મનીષાબેન અશ્વિનકુમાર, દીપક, માધવ, અર્પિત અને કરણના કાકા, માંડવીના ગં.સ્વ. લક્ષ્મીબેન મથુરાદાસ નિમાવત તેમજ ગોકુલદાસ હરિદાસ નિમાવતના જમાઇ, ભરતભાઇ, યતિશભાઇ, જયેશભાઇના બનેવી તારીખ  ૧૨-૧૦-૨૦૨૩ના અવસાન પામ્યા છે. ભાઇઓ તેમજ બહેનોની પ્રાર્થનાસભા તા. ૧૬-૧૦-૨૦૨૩ના સાંજે ૪-૦૦ થી ૫-૦૦ પ્રગટેશ્વર મહાદેવ મંદિર, ઉપલોવાસ, નારાણપર ખાતે રાખેલ છે.

ઈશ્વર એમના આત્માને શાંતિ આપે  એવી સમાજ પ્રાર્થના કરે છે.

તા. 23-09-2023 દુઃખદ અવસાન રેખાબેન રમેશ માંડલિક, રાજકોટ

રાજકોટ, રેખાબેન રમેશભાઈ માંડલિક, ઉમર – ૬૩, તે સ્વ. રમેશભાઈ દામોદરભાઈ માંડલિક ના પત્ની, રાધાબેન દામોદરભાઈ માંડલિક ના પુત્રવધુ, સ્વ દિવાળીબેન રતિલાલ તિલક ના દિકરી (નારાણપર), સ્વ. વિનુ બેન, જયપ્રકાશ, અજય, નીતા ના ભાભી, મીનાક્ષી બેન જયપ્રકાશ ના જેઠાણી, તૃપ્તિ અનિલ આચાર્ય (ભદ્રેશ્વર) ના માતા, ઓમ અને તીર્થ ના મોટી મા, હરેશ રતિલાલ તિલક (મુંબઈ) અને મીનાક્ષી શશીકાંત આચાર્ય (કરછ) ના બહેન, આસ્વી અને નવ્યાના નાની આજ તારીખ ૨૩/૦૯/૨૦૨૩ ના રોજ અવસાન પામ્યા છે.

તેમની પ્રાર્થના સભા તા ૨૫/૦૯/૨૦૨૩, સોમવાર ના બપોરના ૪.૦૦ થી ૫.૦૦  તેમના નિવાસ સ્થાન, C/O શ્રી સતી ઇન્ડસ્ટ્રીઝ, ૨/૧૧, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, શેરી નં ૧૧ એ , રાજકોટ  ખાતે રાખવામાં આવી છે.

નોંધ – સદગતના આત્માની શાંતિ માટે  બપોરે ૩.૦૦ થી ૪.૦૦ દરમ્યાન કઠોપનીષદ અને ભગવદ ગીતાના પાઠ કરવામાં આવશે.

 

23-09-2023 દુઃખદ અવસાન ગીતાબેન અરવિંદ તિલક, મોટી મઉં

 

મોટી મઉં (તા. માંડવી) : ગીતાબેન (ઉ.વ. 55) તે અરવિંદ ભાઇશંકરના પત્ની, ભાગેરથીબેનના પુત્રવધૂ, ભરતભાઇ, ભૂપતભાઇ, સ્વ. પ્રફુલ્લભાઇના ભાઇના પત્ની, પરેશ, મયૂરના માતા, ભારતીબેનના દેરાણી, હંસાબેનના જેઠાણી, આપ્ટે વીરજી ગોપાલદાસ (નાગેશ્વર)ના પુત્રી, હિરેન તથા રાહુલના કાકીમા, કશ્યપ અને ધીરના મોટા બા, જાનકી, સોનલના સાસુ, કૃપા, હિતેશ, પર્વના દાદી તા.૨૨-૦૯-૨૦૨૩ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૨૫-૦૯-૨૦૨૩ના સોમવારે બપોરે 3-૦૦થી ૪-૦૦ લોહાણા મહજનવાડી, મઉં ખાતે રાખેલ છે.

https://www.traditionrolex.com/26

સમાજ અરવિંદભાઈ પર આવી પડેલ મુશ્કેલીઓનો સામનો કરવા માટે ઈશ્વર એમને શક્તિ અર્પે અને સદગતનાં આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરે છે.

20-09-2023 દુઃખદ અવસાન, નૌતમલાલ દયારામ તિલક, વિથોણ, તા.નખત્રાણા

વિથોણ (તા.નખત્રાણા) સેવક બ્રાહ્મણ ડો.નૌતમલાલ (નટુભાઈ) દયારામ તિલક (ઉ.વ.૮૧) તે સ્વ.પ્રસંતાબેનનાં પતિ, બીન્દુબેનના પિતા, સ્વ.હિંમતરામ, સ્વ.જેન્તીલાલ, સ્વ. નરેન્દ્રભાઈ (મનુભાઈ), સ્વ.જયાબેન(ભચીબેન), સ્વ.કાંતાબેન. ગં.સ્વ.વિજયાબેન, ગં.સ્વ.સાવિત્રીબેનનાં ભાઈ, સ્વ.પુષ્પાબેન, સ્વ.જયશ્રીબેનના દિયર, પ્રભાબેનના જેઠ, સ્વ.ડો.કાન્તિલાલ જગજીવન રાસ્તેના જમાઈ, વિનોદચંદ્ર કાન્તિલાલ રાસ્તેના સાળા, પ્રવીણભાઈ, જયસુખભાઈ રાસ્તેના સસરા, ભરત, ધીરજ, યોગેશ, વિનેશ, સ્વ.પરેશ, જયેશના કાકા, ભાવિનના મોટાબાપા, હરેશના મામા, તારીખ ૨૦-૦૯-૨૦૨૩નાં રામશરણ પામ્યા છે.

બન્ને પક્ષની પ્રાર્થના સભાતા. ૨૨-૦૯-૨૦૨૩ના શુક્રવારે સાંજે ૪-૦૦ થી ૫-૦૦ , મહાજન વાડી, વિથોણ ખાતે રાખેલ છે.

સમાજ સદગતના આત્માને પ્રભુ ચીર શાંતિ આપે એવી પ્રાર્થના કરે છે.

 

2023-09-13 દુઃખદ અવસાન સ્વ. નવીનચંદ્ર દયાશંકર આચાર્ય

સ્વ.નવીનચંદ્ર દયાશંકર આચાર્ય, ઉમર વર્ષ ૭૪, તે ગં.સ્વ.ભાગીરથીબેન દયાશંકર આચાર્યના પુત્ર,જયંતીભાઈ, કિશોરભાઈ, પ્રવીણભાઈ,ભરતભાઈ, વિનોદભાઈ અને ધનલક્ષ્મીબેન(મુલુંડ)નાં  ભાઈ, સવિતાબેન, હેમલતાબેન, રેણુકાબેન, ભાવનાબેન, તથા ગીતાબેનના જેઠ, સ્વ.અમૃતલાલ દામજીભાઈ દેવધરના (શિરવા) જમાઈ, ભુપતભાઈ, જગદીશભાઈ, રમેશભાઈ, ગં.સ્વ.મયાબેન, ગં.સ્વ.હંસાબેનના બનેવી, મહેશ, સ્વ.નીતા, ભાવેશ, ભારતી(ધાર)નાં પિતા, તથા મિતા, ચંદ્રિકા તથા દેવેન્દ્ર જોશીના સસરા, પાર્થ, રિશીત, આર્યાના દાદા, નિહાર, કેયુરના નાના, તા. ૧૩-૦૯-૨૦૨૩ નાં રોજ રામશરણ પામ્યા છે. તેમનું બેસણું તા.૧૫-૦૯-૨૩ના રોજ  સાંજે  ૪.૦૦ થી ૫.૦૦ કલાકે લુહાર  ગુર્જર  સુતારની વાડી ઓસ્લો મેડીકોસ પાસે  ગાંધીધામ ખાતે રાખેલ છે.

સમાજ એમના પરિવારજનોને આ દુઃખસહન કરવાની ભગવાન શક્તિ આપે અને દિવંગતનાં  આત્માને ચિર શાંતિ આપે એવી પ્રભુને  પ્રાર્થના કરે છે.

અવસાન નોંધ – તા. ૨૨-૦૭-૨૦૨૩ , સ્વ. સુરેશ સુંદરજી રાસ્તે

સ્વ.સુરેશ સુંદરજી રાસ્તે, ઉંમર વર્ષ ૫૮, મુળ ગામ સિનુગ્રા, હાલે ગાયત્રીનગર, કિડાણા સોસાયટી, તે સ્વ.નર્મદાબેન સુંદરજી રાસ્તેના પુત્ર, સ્વ.લલિતભાઈ, મુકુંદભાઈ, સ્વ.હરીશભાઈના નાનાભાઈ, ભુપેન્દ્ર તથા જીતેન્દ્રના મોટાભાઈ, ભરત, જીજ્ઞેશ તથા હેતલના કાકા, કેવલ, મીતના મોટાબાપા, યશ, વેદ, તથા નીલના દાદા, ઝવેરબેનના દિયર, રક્ષાબેનના જેઠ, રચનાબેન તથા જીજ્ઞાબેનના કાકાજી સસરા, તારીખ ૨૨-૦૭-૨૦૨3 નાં રોજ રામશરણ પામ્યા છે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના.
તેમની પ્રાર્થના સભા તા.૨૪-૦૭-૨૦૨૩ ને સોમવારના સાંજે ૪.૦૦ થી ૫.૦૦ વાગ્યે ગામ કિડાણા, ગાયત્રીનગર સોસાયટી, શ્રી હનુમાનદાદાના મંદિરે રાખેલ છે.

અવસાન નોંધ – તા. ૨૦-૦૭-૨૦૨૩, ગંગા સ્વ. મધુબેન નવિનચંદ્ર ફડકે.

ગંગા સ્વ. મધુબેન નવીનચંદ્ર ફડકે, ઉમર વર્ષ ૬૨, ગામ – કાંડાગરા હાલે માનખુર્દ, મુંબઇ, તા. ૨૦-૦૭-૨૦૨૩નાં રોજ રામશરણ પામેલ છે.ઈશ્વર એમના દિવ્ય આત્માને ચિર શાંતિ આપે એવી પ્રાર્થના.

દુ:ખદ અવસાન તા.૦૪-૦૭-૨૦૨૩, ગં.સ્વ.સાવિત્રીબેન અમૃતલાલ દેવધર

ગામ શીરવા સેવક બ્રાહ્મણ ગંગાસ્વરૂપ સાવિત્રીબેન અમૃતલાલ દેવધર ઉંમર વર્ષ ૯૫ તે મંગળાબેન પોપટલાલ આચાર્ય ગામ ટપર ની પુત્રી, સ્વ.અમૃતલાલલ દેવધરના પત્ની, સ્વ. નારાયણજી(નારાણ મારાજ), સ્વ માવજીભાઈ, સ્વ.બબીબેન(ચીડિયા), સ્વ.દિવાળીબેનના ભાભી, ભાઈલાલ(ભુપત), જગદીશ, રમેશ, ગં.સ્વ.મૈયાબેન, રસીલાબેન, ગં.સ્વ. હંસાબેન ના માતૃશ્રી, ભાવિક, જીગર, પ્રથમેશ તથા ધાર્મિકના દાદી, તપન, મહેશ, ભાવેશ,દિલીપ, ઉર્વી, વિશ્વાના નાની, ડ્રીમી, અર્ચના, માધવી, બીનાના દાદી આજરોજ તારીખ ૦૪-૦૭-૨૦૨૩નાં મંગળવારે અવસાન પામ્યા છે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી સમાજવતી પ્રાર્થના.

દુઃખદ અવસાન તા.૧૩-૦૭-૨૦૨૩,રમણિકલાલ ખીમજીભાઈ આપ્ટે

ટૂંડા નિવાસી આપ્ટે રમણિકલાલ ખીમજીભાઈ ઉમર ૮૦ વર્ષ તે સ્વ.ભચિબેન ખીમજીભાઈ આપ્ટેના પુત્ર, ઊર્મિલાબેન રમણિકલાલ આપ્ટેના પતિ, સ્વ.જસવંતલાલ ખીમજીભાઈ, શિવજીભાઈ ખીમજીભાઈ, ગં.સ્વ.પાર્વતીબેન, સ્વ.ઈન્દિરાબેનના ભાઈ, મધુબેન પ્રમોદભાઈ રાસ્તે, મહેન્દ્ર રમણિકલાલ આપ્ટે, નીતા કિરીટ રાસ્તેનાં પિતાજીનું આજરોજ તા.૧૩-૦૭-૨૦૨૩નાં દુઃખદ અવસાન થયેલ છે. તેઓની સ્મશાન યાત્રા તા.૧૩-૦૭-૨૦૨૩ના બપોરે ૧-૩૦ કલાકે તેમના નિવાસસ્થાન ટૂંડા મધ્યે થી નીકળશે. ઈશ્વર એમના આત્માને પરમ શાંતિ આપે એવી સમાજવતી પ્રાર્થના.

અવસાન નોંધ તા.૧૧-૦૫-૨૦૨૩, ગં.સ્વ.જ્યોત્સનાબેન જયશંકર દેવધર

ગંગા સ્વ.જ્યોત્સનાબેન જયશંકર દેવધર ઉંમર ૭૬ ર્વષ ગામ વિરાણી મોટી. તે સ્વ. જયશંકર હીરજી દેવઘર ના પત્ની અને અશ્ચિનભાઈ, લહેરીભાઈ, શરદભાઈ , સ્વ.કોશલ્યાબેન ના માતૃશ્રી. સ્વ.પોપટલાલ પ્રાણજીવન આચાર્ય ગામ મોડવદર ના સુપુત્રી. તા.૧૧-૦૫-૨૦૨૩ ના રોજ અવસાન પામ્યા છે. તેમની સ્મશાનયાત્રા તા.૧૧-૦૫-૨૦૨૩ ગુરુવાર સવારે ૧૦:૦૦ કલાકે તેમના નિવાસસ્થાન મોટી વિરાણીથી નિકળશે.

uluslararası eşya taşımacılığı uluslararası eşya taşımacılığı eşya depolama yurtdışı kargo uluslararası evden eve nakliyat istanbul ev depolama ev eşyası depolama uluslararası ev taşıma uluslararası evden eve nakliyat uluslararası nakliyat
bursa escort gorukle escort
ankara escort
akü servis akumyolda.comakücü akumyoldaakumyolda.comakumyolda.com akücü
ingilizceturkce.gen.tr
TranslateDict.com is a online platform that specializes in free translation, helping visitors to translate to English from a wide variety of languages.translatedicttranslatedict.com